ENTERTAINMENT

હું કરણનું સન્માન કરું છું,મારી વાતને ખોટી રીતેરજૂ કરવામાં આવી છે:અભિષેક બેનરજી

  • ધર્મા પ્રોડક્શનમાંથી કાઢી મૂકવા અંગે અભિષેક બેનર્જીએ સ્પષ્ટતા કરી
  • અમારી પાસે કોમર્શિયલ ફ્લ્મિ માટે કાસ્ટિંગનો બહુ અનુભવ નહોતો
  • શા માટે અમને હાંકી કાઢવામાં આવ્યા? કારણ કે કરન સરને અમારી કાસ્ટિંગ પસંદ નહોતી

‘સ્ત્રી’ અને ‘ભેડિયા’ જેવી ફ્લ્મિોમાં કામ કરી ચૂકેલા અભિષેક બેનરજી વિવાદોમાં ફ્સાયેલા છે. વાસ્તવમાં, કરન જોહરના ધર્મા પ્રોડક્શન વિરુદ્ધ નિવેદનને કારણે અભિષેકને સ્પષ્ટતા આપવી પડી હતી. હાલમાં જ અભિષેકે એક ઈન્ટરવ્યૂમાં ધર્મા પ્રોડક્શન વિશે કેટલીક વાતો કહી હતી જેનાથી વિવાદ સર્જાયો હતો.

હવે અભિષેકે સ્પષ્ટતા આપતા કહ્યું છે કે તેણે કંઈ ખોટું કહ્યું નથી અને તેના નિવેદનોને તોડી-મરોડીને રજૂ કરવામાં આવ્યા છે. અભિષેક તેની કારકિર્દીના શરૂઆતના દિવસોમાં ધર્મા પ્રોડક્શન માટે કાસ્ટિંગનું કામ કરતો હતો. અભિષેકે કહ્યું, હું ફ્લ્મિ અગ્નિપથ’ 2012) ના કાસ્ટિંગ દરમિયાન ધર્મા પ્રોડક્શન્સ દ્વારા કથિત રીતે મારી કંપની ‘કાસ્ટિંગ બે’ ને કાઢી નાખવાના ઘણા સમાચાર વાંચી અને સાંભળી રહ્યો છું. કમનસીબે, અમારા મુદ્દાઓને સંપૂર્ણપણે ખોટી રીતે રજૂ કરવામાં આવ્યા છે. એક પોડકાસ્ટ/ઈન્ટરવ્યૂમાં, મેં પ્રોજેક્ટમાંથી બહાર નીકળવાનું કારણ સમજાવ્યું હતું અને એ પણ કહ્યું હતું કે અમને ‘અગ્નિપથ’ના ડિરેક્ટર કરન મલ્હોત્રા સાથે એડજસ્ટ કરવામાં મુશ્કેલી આવી રહી હતી. મેં એ વાત પર પણ ભાર મૂક્યો કે હું અને અનમોલ તે સમયે એકદમ નાના હતા, લગભગ 20 થી 23 વર્ષની ઉંમરે, અમારી પાસે કોમર્શિયલ ફ્લ્મિ માટે કાસ્ટિંગનો બહુ અનુભવ નહોતો, જેના કારણે અમે કદાચ કરણ મલ્હોત્રાની અપેક્ષાઓ પર ખરા ઉતરી શક્યા નહોતા.અભિષેકે પોતાના નિવેદનમાં આગળ કહ્યું, મેં ધર્મા પ્રોડક્શન્સ પર કોઈ ગેરરીતિનો આરોપ લગાવ્યો નથી. હું ધર્મા પ્રોડક્શન્સ અને કરન જોહરનું ખૂબ સન્માન કરું છું. ‘અગ્નિપથ’માંથી નીકળવાના મામલે મેં ક્યારેય કરન જોહરનો ઉલ્લેખ કર્યો નથી, તેમ છતાં કેટલાક અહેવાલોએ ખોટો દાવો કર્યો છે કે તેણે અમને કાઢી મૂક્યા છે. ખરેખર, કરન મલ્હોત્રાની ટીમે આ કર્યું, અને મેં મારી ભૂલો પણ સ્વીકારી. અમે પાછળથી ધર્મા સાથે ‘ઓકે જાનુ’, ‘સ્ટુડન્ટ ઓફ્ ધ યર 2’, ‘કલંક’ અને તાજેતરમાં રિલીઝ થયેલી ફ્લ્મિો જેવી કે ‘કિલ’ સહિત ઘણા પ્રોજેક્ટ્સમાં કામ કર્યું. આ સિવાય ધર્મા પ્રોડક્શને મને ‘અજીબ દાસ્તાન’માં પણ અભિનેતા તરીકે કાસ્ટ કર્યો હતો. જણાવી દઇએ કે, 2012માં રિલીઝ થયેલી ફ્લ્મિ અગ્નિપથ’ના કાસ્ટિંગ ડિરેક્ટર અભિષેક બેનરજી હતા. આ ફ્લ્મિનું નિર્માણ કરન જોહરે કર્યું હતું, જ્યારે તેના નિર્દેશક કરન મલ્હોત્રા હતા. ફ્લ્મિના નિર્માતાને અભિષેક દ્વારા કરવામાં આવેલી કાસ્ટિંગ એટલી ખરાબ લાગી કે તેણે તેને સીધો જ ફ્લ્મિમાંથી હટાવી દીધો. આ અંગે સિદ્ધાર્થ કાનનને આપેલા ઈન્ટરવ્યૂમાં અભિષેક બેનરજીએ કહ્યું હતું કે, અમને ‘અગ્નિપથ’માંથી બહાર કરી દેવામાં આવ્યા હતા. અમે તે ફ્લ્મિ માટે કાસ્ટિંગ કરી રહ્યા હતા. જો કે, પાછળથી તે ફ્લ્મિનું કાસ્ટિંગ કામ જોગીભાઈ (મલંગ) દ્વારા કરવામાં આવ્યું હતું. શા માટે અમને હાંકી કાઢવામાં આવ્યા? કારણ કે કરન સરને અમારી કાસ્ટિંગ પસંદ નહોતી.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button