NATIONAL

ICMR અહેવાલ : જાણીતી હોસ્પિટલ્સ સુપરબગની ચપેટમાં, ઓપીડીમાં પણ જીવલેણ બેક્ટેરિયાનો વાસ

દેશની જાણીતી હોસ્પિટલ્સ સુપરબગની ચપેટમાં છે. દેશની જાણીતી હોસ્પિટલ્સની ઓપીડીથી માંડીને દર્દીઓના વોર્ડ અને આઈઇસીયુ સુધી જાતજાતના બેક્ટેરિયાની હાજરી માનવી માટે ખૂબ ઘાતક સાબિત થઈ શકે છે. નવી દિલ્હી ખાતેની સંસ્થા આઇસીએમઆરના રોગ પ્રતિરોધક મોનિટરિંગ નેટવર્ક દ્વારા જારી થયેલા વાર્ષિક અહેવાલમાં આ હકીકત સામે આવી છે.

અહેવાલમાં જણાવ્યા મુજબ જાન્યુઆરીથી ડિસેમ્બર 2023 દરમિયાન હોસ્પિટલ્સ પહોંચનારા લોકો પૈકી લગભગ 1 લાખ લોકોના નમૂના લેવામાં આવ્યા હતા. દર્દીઓના લોહી, મળમૂત્ર, પસ, મસ્તિષ્ક અને કરોડરજ્જુમાંથી પણ સીએસએફ નમૂના લેવામાં આવ્યા. તપાસ કરતાં લગભગ 10 પ્રકારના ઘાતક બેક્ટેરિયા મળી આવ્યા હતા. આંતરરાષ્ટ્રીય કક્ષાએ તે તમામ બેક્ટેરિયા સુપરબગ તરીકેની ઓળખ ધરાવે છે.

અહેવાલમાં જણાવ્યા મુજબ તપાસને અંતે લખનઉ,દિલ્હી અને ચંડીગઢ સહિત દેશની 21 હોસ્પિટલ્સની ઓપીડી, વોર્ડ અને આઇસીયુમાં ક્લેબસિએલા ન્યુમોનિયા અને એસ્ચેરિચિયા કોલાઇ બેક્ટેરિયા સામાન્યપણે મળી આવ્યા હતા. તે ઉપરાંત એસિનેટોબેક્ટર બાઉમાની, સ્યૂડોમોનાસ એરૂગિનોસ અને સ્ટેફિલોકોક્સ ઓરિયસ બેક્ટેરિયા પણ મળી આવ્યા હતા.

આ બેક્ટેરિયા ગૂમડા, ત્વચા સંક્રમણ, શ્વસન સંક્રમણ સહિતના રોગો માટે કારણભૂત હોય છે. વિશ્વ આરોગ્ય સંગઠને વર્ષ 2017માં એસ્ચેરિચિયા કોલાઈ બેક્ટેરિયાને સુપરબગ જાહેર કર્યો હતો.આ બેક્ટેરિયા મધ્ય,પશ્ચિમ, દક્ષિણ ભારતની લગભગ તમામ હોસ્પિટલમાં આવેલી ઓપીડી એને વોર્ડમાં હાજર છે. આ સ્થિતિમાં સંક્રમણની સારવાર કરવી મુશ્કેલ બની રહે છે. બીમારી ફેલાવાનો અને મૃત્યુનો ખતરો પણ વધી જાય છે.

આ 21 હોસ્પિટસમાંથી મળ્યા સુપરબગ

આઇસીએમઆરે દેશના ચાર સંસ્થાનોને નોડલ કેન્દ્ર જાહેર કર્યા છે. તેમાં દિલ્હી એઇમ્સ, ચંડીગઢ પીજીઆઇ, સીએમસી વેલ્લોર અને પોંડીચેરી સ્થિત જેઆઇપીએમઇઆરનો સમાવેશ થાય છે. તે ઉપરાંત દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલ, દિલ્હી એમ્સ ટ્રામા સેન્ટર અને લખનઉ સ્થિત કેજીએમયુના દર્દીઓના નમૂના પણ લેવામાં આવ્યા હતા. તે ઉપરાંત પૂણે સ્થિત એએફએમસી, ભોપાલ એમ્સ, જોધપુર એમ્સ, ચેન્નાઈ એપોલો હોસ્પિટલ, આસામ મેડિકલ કોલજ, કોલકાતા મેડિકલ કોલેજ, કોલકાતા સ્થિત તાતા મેડિકલ કોલેજ, ઇમ્ફાલ સ્થિત એઇમ્સ, મુંબઇની પીડી હિંદુજા હોસ્પિટલ, વર્ધા ખાતેની એમજીઆઇએમએસ, શ્રાીનગર હોસ્પિટલ સહિત 21 ટોચની હોસ્પિટલ્સને અભ્યાસમાં સામેલ કરવામાં આવી હતી.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button