NATIONAL

Chhattisgarhમાં કોંગ્રેસ નેતાએ પત્ની અને બાળકો સાથે ઝેર પીને આત્મહત્યા કરી

  • સામૂહિક આત્મહત્યાનું કારણ જાણવા મળ્યું નથી
  • હોસ્પિટલમાં સારવાર દરમિયાન તમામને મૃત જાહેર કર્યા હતાં
  • પરિવારે ઘરના બન્ને ગેટ બંધ કરીને ઝેર ગટગટાવ્યું

છત્તીસગઢના ઝાંઝગીર ચાંપા જિલ્લામાં કોંગ્રેસના એક વરિષ્ઠ નેતાએ પોતાના સમગ્ર પરિવાર સાથે ઝેર ખાઇ લીધું હતું. વિલાસપુરની એક હોસ્પિટલમાં સારવાર દરમિયાન તમામને મૃત જાહેર કર્યા હતાં. સમગ્ર પરિવારે ઝેર ખાઇને કેમ આત્મહત્યા કરી તેનું કારણ હજું સુધી સામે આવ્યું નથી.

પોલીસે તેમના ઘરને સીલ કરી દીધું છે અને તપાસ ચાલી રહી છે. શહેર પોલીસ સ્ટેશન વિસ્તારના ઝાંઝગીર ક્ષેત્રના વોર્ડ નંબર 10માં રહેતાં કોંગ્રેસના સિનિયર નેતા પંચરામ યાદવે પોતાની પત્ની અને બે પુત્રોની સાથે ઝેર ખાઇ લીધું હતું. એએસપી રાજેન્દ્ર જયસ્વાલે જણાવ્યું હતું કે 30 ઓગસ્ટની રાત્રે પંચરામ યાદવે પત્ની દિનેશ નંદિની યાદવ, પુત્રો સૂરજ યાદવ અને નીરજ યાદવની સાથે ઝેર ગટગટાવી લીધું હતું. તે પછી તમામને જિલ્લા હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા જો કે હાલત બગડતાં તમામને વિલાસપુર રેફર કરવામાં આવ્યા હતાં અંહી સીમ્સ હોસ્પિટલમાં સારવાર દરમિયાન નીરજ યાદવનું મોત થયું હતું તે પછી પંચરામ યાદવ, દિનેશ નંદિની યાદવ અને સૂરજ યાદવને આરબી હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતાં જ્યાં સારવાર દરમિયાન ત્રણેએ 31 ઓગસ્ટની મોડી રાત્રે દેહ છોડી દીધો હતો.

ઘરના બન્ને ગેટ બંધ કરીને ઝેર ગટગટાવ્યું

પરિવારે પહેલાં બહારના દરવાજા પર લોક મારી પછી પાછળનો દરવાજો અંદરથી બંધ કરી લીધો હતો અને પછી બધાએ સાથે ઝેર પી લીધું હતું. પડોશીઓ ઘરમાં જતાં ચારે લોકો ગંભીર હાલતમાં મળ્યાં હતાં.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button