રાજકોટ જિલ્લાના ધોરાજીમાં મચ્છર જન્ય રોગચાળામાં વધારો જોવા મળી રહ્યો છે. આ સાથે જ વાઈરલ ઈન્ફેકશનના દર્દીઓમાં પણ વધારો નોંધાયો છે. દરરોજની 300થી 400 ઓપીડી જોવામાં આવી રહી છે.
દીવાળીના તહેવાર બાદ ધોરાજી પંથકમાં રોગચાળાએ માઝા મુકી
ધોરાજીમાં રોગચાળાએ માઝા મુકી છે અને તાવ, ઉધરસ, શરદી, ઝાડા, ઉલ્ટી અને મચ્છર જન્ય રોગના દર્દીઓમાં વધારો જોવા મળી રહ્યો છે. દીવાળીના તહેવાર બાદ ધોરાજી પંથકમાં રોગચાળાએ માઝા મુકી છે, ધોરાજી સરકારી હોસ્પિટલમાં રોજિંદા કરતા દર્દીઓમાં મોટો વધારો જોવા મળી રહ્યો છે.
હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ
તાવ, ઉધરસ, શરદી, ઝાડા અને મચ્છર જન્ય રોગથી ધોરાજી સરકારી હોસ્પિટલમાં દર્દીઓની લાંબી કતારો જોવા મળી રહી છે અને ધોરાજી સરકારી હોસ્પિટલના ખાટલાઓ પણ દર્દીઓથી ભરેલા જોવા મળી રહ્યા છે. આમ, ધોરાજી સરકારી હોસ્પિટલમાં રોજ કરતા દર્દીઓની ઓ.પી.ડીમાં 300થી 400 દર્દીઓ જોવામાં આવી રહ્યા છે.
જામનગરમાં રોગચાળાએ માથુ ઉચક્યું
જામનગર સહિત સમગ્ર વિસ્તારમાં ડેન્ગ્યુનો ડંખ હજુ પણ દર્દીઓને સતાવી રહ્યો છે, વાયરલ ઈન્ફેકશન અને તાવના કેસો વધી રહ્યા છે, જામનગરની જીજી હોસ્પિટલમાં ચાલુ માસમાં ડેન્ગ્યુના 160 જેટલા દર્દીઓ નોંધાયા છે અને 200 જેટલા દર્દીઓ સારવાર લઈ હોસ્પિટલમાંથી રજા લઈ પરત પણ ફર્યા છે. આ સાથે જ ગામડાઓમાં તાવ, શરદી, ઉધરસના કેસો ચિંતાજનક રીતે વધી રહ્યા છે.
દવા અને પાવડરનો છંટકાવની કામગીરી હાથ ધરાઈ
રોગચાળાએ માથુ ઉચકતા આરોગ્ય વિભાગ પણ એક્શન મોડમાં આવ્યું છે અને 211 ટીમની રચના કરીને ડોર ટુ ડોર સરવેની કામગીરી શરૂ કરવામાં આવી છે. સાથે જ રહેણાંક વિસ્તારોમાં ફોગિંગ, દવા અને પાવડરનો છંટકાવની કામગીરી હાથ ધરાઈ છે. આ સિવાય પાણીની ટાંકીમાં ક્લોરિનેશન જેવી કામગીરી હાથ ધરાઈ છે. તંત્રની અપીલ છે કે નાગરિકો પણ રોગચાળાની સિઝનમાં પોતાના આરોગ્યની કાળજી રાખે.
શહેરની જી.જી.હોસ્પિટલમાં ડેન્ગ્યુએ હાહાકાર મચાવી દીધો છે. મેડિસિન વિભાગની ઓપીડી 400 હતી તે વધીને 550થી 600 થઈ છે. જેમાં ખાસ કરીને શરદી, ઉધરસ તેમજ વાયરલ ઈન્ફેકશનના કેસો વધુ જોવા મળ્યા હતા. જી.જી.હોસ્પિટલમાં ડેન્ગ્યુના દરરોજ 25થી વધુ દર્દીઓ અને ખાનગી હોસ્પિટલમાં પણ 20થી વધુ દર્દીઓ નોંધાઈ રહ્યા છે.
Source link