GUJARAT

Surendranagar: થાનમાં પોલીસને જોઈ ચાલક દારૂ ભરેલી કાર મૂકી ફરાર

  • પોલીસે દારૂ, કાર સહિત રૂ. 3.98 લાખની મતા જપ્ત કરી
  • રતનપરના રહેણાક મકાનમાંથી દારૂ-બિયર સાથે 1 ઝડપાયો
  • શંકાસ્પદ કારને રોકવાનો પ્રયાસ કરતા ચાલક કાર મુકી ફરાર થઈ ગયો હતો

થાન પીઆઈ વી.કે.ખાંટને ખારાના રસ્તે વિદેશી દારૂ ભરેલી કાર પસાર થવાની હોવાની બાતમી મળતા વોચ રાખી હતી. જેમાં આવતી શંકાસ્પદ કારને રોકવાનો પ્રયાસ કરતા ચાલક કાર મુકી ફરાર થઈ ગયો હતો.

પોલીસે તપાસ કરતા કારમાંથી દારૂની 220 બોટલો અને બીયરના 206 ટીન મળી આવ્યા હતા. પોલીસે રૂપીયા 3 લાખની કાર અને રૂપીયા 98,280ના દારૂ બીયર સહિત રૂપીયા 3,98,280ની મત્તા જપ્ત કરી હતી. જયારે જોરાવરનગર પોલીસને ભકિતનગરમાં રહેતો મેરૂ રમેશભાઈ પનારા તેના ઘરે વિદેશી દારૂ રાખતો હોવાની બાતમી મળતા રેડ કરાઈ હતી. જેમાં દારૂની 16 બોટલ કિંમત રૂપીયા 6400, દારૂના 47 ચપલા કિંમત રૂપીયા 4700, બીયરના 96 ટીન કિંમત રૂપીયા 9600 મળી કુલ રૂપીયા 25,500ની મત્તા સાથે મેરૂ પનારાને ઝડપી લીધો છે. બીજી તરફ થાન પોલીસની ટીમને અજય ઉર્ફે ભાણો મુળજીભાઈ પારધી મેલડી માતાજીના ઓટા સામે ખુલ્લામાં વિદેશી દારૂનું વેચાણ કરતો હોવાની બાતમી મળતા પોલીસે રેડ કરી હતી. જેમાં પોલીસને જોઈ અજય મીણીયાની થેલી મુકીને ફરાર થઈ ગયો હતો. પોલીસે રૂપીયા 1300નો દારૂ કબજે કરી ફરાર થનાર આરોપી સામે ગુનો નોંધી તેને ઝડપી લેવા વધુ તપાસ હાથ ધરી છે.

નાની મોલડી પીએસઆઈ એમ.કે.પરમાર સહિતની ટીમને સાલખડા ગામના સ્મશાન પાછળ આવેલ વોકળામાં રવિ દોલુભાઈ જળુ દેશી દારૂની ભઠ્ઠી ચલાવતો હોવાની બાતમી મળતા રેડ કરાઈ હતી. જેમાં આરોપી હાજર મળી આવ્યો ન હતો. પરંતુ પોલીસે 400 લીટર આથો કિંમત રૂપીયા 800, 60 લીટર દારૂ કિંમત રૂપીયા 1200 મળી કુલ રૂપીયા 2 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આરોપીને શોધવા વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે.

મુળી પોલીસને વહેલી સવારે દીગસર-દાણાવાડા રોડ પર દેશી દારૂની હેરફેર થતી હોવાની બાતમીને આધારે વોચ રાખી હતી. જેમાં બાઈક પર દેશી દારૂ લઈ જતો સાયલાના સામતપરનો હરેશ લવજીભાઈ કણઝરીયા 100 લીટર દારૂ કિંમત રૂપીયા 2 હજાર અને બાઈક મળી 22 હજારના મુદ્દામાલ સાથે ઝડપાયો હતો. આ દારૂ ખોડુના કીરણબેન બાબુભાઈ બરીપા અને ચંદુભાઈ સવશીભાઈ બરીપાએ મંગાવ્યો હોવાનું ખુલતા ત્રણેય સામે ફરિયાદ નોંધાઈ છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button