છેલ્લા 2 દિવસથી રાજ્યમાં SGSTની ટીમ દ્વારા અલગ અલગ જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા છે. રાજ્યમાં જ્વેલરી, બુલિયનના 15 વેપારીઓને ત્યાં SGSTની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા અને તેમાં મોટા પ્રમાણમાં કરચોરી પકડાઈ છે.
રાજ્યના 3 મોટા શહેરમાં 15 વેપારીઓને ત્યાં SGSTએ દરોડા પાડ્યા હતા
SGST વિભાગે પાડેલા દરોડામાં સમગ્ર રાજ્યમાંથી અલગ અલગ વેપારીઓને ત્યાંથી મળીને કૂલ રૂપિયા 2.70 કરોડની કરચોરી પકડાઈ છે. તમને જણાવી દઈએ કે SGST વિભાગે રાજ્યના સુરત, રાજકોટ અને અમદાવાદના લગભગ 15 વેપારીઓના અલગ અલગ ઠેકાણાઓ પર દરોડા પાડ્યા હતા અને આ દરોડામાં ટીમને બિનહિસાબી સ્ટોક અને રોકડ રકમ મળી આવી છે. આ સાથએ જ બિલ વિનાનું વેચાણ પણ મળી આવ્યું છે. SGST વિભાગે અમદાવાદના 3, રાજકોટના 5 વેપારીઓ અને સુરતના 7 વેપારી પર દરોડા પાડ્યા હતા અને મોટા પ્રમાણમાં કરચોરી ઝડપી પાડી છે.
સુરત શહેરમાં 8 મોટા જવેલર્સ માલિકોને ત્યાં પાડ્યા દરોડા
તમને જણાવી દઈએ કે ત્રણેય શહેરમાં તહેવારોના સમયે સ્ટેટ જીએસટી વિભાગે દરોડા પાડતા વેપારીઓમાં ભારે ફફડાટ ફેલાયો હતો. 15 અલગ-અલગ જવેલર્સના ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા અને બિલ વગર સોનું વેચતા હોવાની આશંકાથી દરોડા પાડવામાં આવ્યા હતા. ત્યારે સુરત શહેરમાં 8 મોટા જવેલર્સ માલિકોને ત્યાં સ્ટેટ જીએસટી વિભાગે દરોડા પાડ્યા હતા, જેમાં બિલ વગર સોનું વેચતા હોવાની આશંકાથી દરોડા પાડવામાં આવ્યા હતા. શહેરના કલામંદિર, નાકરાણી, બિશન દયાળ, દાગીના, ગહેના, પચ્ચીગર, મહાવીર જ્વેલર્સના ત્યાં પણ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
તહેવારોમાં સોના-ચાંદીનાના દાગીનાની ધૂમ ખરીદી
ઉલ્લેખનીય છે કે ધનતેરસના દિવસે લોકો મોટા પ્રમાણમાં સોના અને ચાંદીના દાગીનાની ખરીદી કરતા હોય છે અને આવા સમયે GST વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. સ્ટેટ જીએસટીના દરોડાને પગલે જ્વેલર્સ માલિકોમાં ભારે ફફડાટ જોવા મળ્યો હતો. છેલ્લા 2 દિવસથી SGST વિભાગે અલગ અલગ જગ્યાઓ પર દરોડા પાડ્યા હતા.
Source link