NATIONAL

Bihar: ને અચાનક મગધ એક્સપ્રેસ બે ભાગમાં વહેંચાઇ, બક્સરમાં બની ઘટના

બક્સર ડીડીયુ પટના રેલ ખંડ પર ડાઉન મગધ એક્સપ્રેસ ટ્રેન દુર્ઘટનાગ્રસ્ત થઇ હોવાનું સામે આવ્યું છે. બે ભાગોમાં ટ્રેનના ડબ્બા વહેંચાઇ ગયા. ડુમરાંવ અને રઘુનાથ પૂર સ્ટેશન વચ્ચે ટુંડીગજ સ્ટેશન પાસે આ ઘટના બની હતી. ઘટનાને પગલે રેલવે પ્રશાસનમાં ગભરાહટ જોવા મળી હતી. મળતી માહિતી અનુસાર કોઇ પ્રકારની જાનમાલને નુકસાન પહોંચ્યુ નથી.

મગધ એક્સપ્રેસ બની અકસ્માતનો ભોગ
મળતી જાણકારી અનુસાર ડાઉન મગધ એક્સપ્રેસ ટ્રેન (નંબર 20802) અકસ્માતનો ભોગ બની છે. ટ્રેન બે ભાગમાં વહેંચાઈ ગઈ. આ દુર્ઘટના ડુમરાવથી બનેલી ઘટનાના થોડા સમય બાદ બની હતી. ઘટનાસ્થળે સ્થાનિક લોકોની ભારે ભીડ એકઠી થઈ ગઈ હતી. માહિતી મળ્યા બાદ જિલ્લા પ્રશાસન અને રેલવે અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ શરૂ કરી હતી.

સદનસીબે જાનહાનિ નહી
આ અંગે એક મુસાફરે જણાવ્યું કે ડુમરાવથી નીકળ્યા બાદ ડાઉન મગધ એક્સપ્રેસ ટ્રેનના સ્લીપર કોચ અને એસી કોચ અલગ થઈ ગયા હતા. ટ્રેન લગભગ 40 થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે જઈ રહી હતી. આ ઘટના બાદ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ટ્રેનમાં હજારો લોકો મુસાફરી કરી રહ્યા છે. સૌથી મોટી રાહત એ હતી કે કોઈ પણ પ્રકારનું નુકસાન થયું નથી. આ અકસ્માત ડોરીગંજની સામે રેલવે ફાટક પાસે થયો હતો.

લોકો પાયલટે રોકી ટ્રેન
એવું કહેવામાં આવી રહ્યું છે કે દુર્ઘટના પછી અડધી ટ્રેન ઝડપથી આગળ વધી હતી. પરંતુ લોકો પાયલોટે પોતાની બુદ્ધિમત્તા બતાવીને તરત જ ટ્રેન રોકી દીધી હતી. આ દરમિયાન મોટી સંખ્યામાં મુસાફરો ટ્રેનમાંથી નીચે ઉતરી ગયા હતા. ટ્રેનના બે ભાગમાં વહેંચાઇ ગઇ હોવાના સમાચાર મળ્યા બાદ સ્થાનિક રેલવે પ્રશાસનના લોકોએ બચાવ કામગીરી શરૂ કરી હતી.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button