BUSINESS

Indian Economic Growth : આરબીઆઆઈએ દેશના વિકાસને લઈને આપ્યા ગુડ ન્યૂઝ,વાંચો

ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે શુક્રવારે સિંગાપુરમાં એક આંતરરાષ્ટ્રીય મંચ પર જણાવ્યું કે, ભારતનો વિકાસ દર 7.5 ટકાથી પણ વધુ થવાની ક્ષમતા રાખે છે. આ અનુમાન ભારતીય રિઝર્વ બેંક દ્વારા ચાલુ નાણાકીય વર્ષ-FY25 માટે જણાવેલી 7.2 ટકાની વૃદ્ધિ દરથી થોડો વધુ છે. ભારતીય રિઝર્વ બેંકે જણાવ્યું કે, આ કાર્યક્રમ સિંગાપુરમાં સ્વિસ બેંક યુબીએસના સહયોથી આયોજિત કરવામાં આવ્યો હતો. 

વિકાસ દર પૂર્વાનુમાનમાં જોખમ સંતુલિત

શક્તિકાંત દાસે જણાવ્યું કે, વિકાસના પૂર્વાનામાનોમાં જોખમ સંતુલિત છે અને મજબૂત આધારો દ્વારા સમર્થિત છે. જેમાં ખાનગી વપરાશ અને રોકાણના મુખ્ય કારક છે.

આરબીઆઈ ગવર્નરે જણાવ્યું કે ફુગાવો એપ્રિલ-2022માં 7.8 ટકાની પોતાના સર્વોચ્ચ સીમાથી ઘટીને ચાર ટકાના લક્ષ્યની આસપાસ આવ્યો છે. પરંતુ અમે હજી આઘળ ઘણું કામ કરવાનું છે અને આની પર ધ્યાન કેન્દ્રિત કરવો જરૂરી છે.

 આ નાણાકીય વર્ષ માટે ભારતીય રિઝર્વ બેંકે મોંઘવારી દરના 4.5 ટકા ઓછો હોવાનું અનુમાન લગાવ્યું છે. આ સાથે જ આગામી નાણાકીય વર્ષમાં સરરેરાશ મોંઘવારી દર 4.1 ટકા ઘટવાની શક્યતા દર્શાવી છે. શરત એટલી કે ચોમાસુ સામાન્ય રહે અને કોઈ બહારનું કે પોલિસીને લગતો આંચકો ન આવે.

આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું કે, સેવાઓની નિકાસ વધી છે, પરંતુ બહારની માંગ નબળી થવાથી વસ્ત્ર નિકાસની વૃદ્ધિ આશાથી ઓછી રહી છે. તેઓએ ફિસ્કલ કંસોલિડેશનની પ્રગતિ, જાહેર દેવામાં ઘટાડો અને કોર્પોરેટ પ્રદર્શનમાં સુધારને સમતોલ વિકાસ માટે પોઝિટિવ સુધારો દર્શાવ્યો છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button