NATIONAL

India’s GDP: 15 મહિનાના નીચલા સ્તરે, ગત વર્ષ કરતા 1.5% ઘટ્યો

  • વર્ષ 2024-25ની પ્રથમ ત્રિમાસિકમાં જીડીપી 6.7 ટકા
  • આરબીઆઇનો અંદાજ હતો 7.2 ટકા રહેવાનો
  • ગયા વર્ષની સરખામણીમાં 1.5 ટકાનો ઘટાડો
દેશની અર્થવ્યવસ્થાને મોટો ફટકો પડ્યો છે. તાજેતરના જીડીપી ડેટા અનુસાર, એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં દેશની આર્થિક વૃદ્ધિ 15 મહિનામાં સૌથી નીચલા સ્તરે પહોંચી ગઈ છે. ત્યારે સવાલ એ થઇ રહ્યો છે કે આવનારા સમયમાં દેશમાં મંદીનો ઇશારો છે ?

જીડીપી વૃદ્ધિ દર ઘટ્યો
આરબીઆઈના અંદાજોથી વિપરીત વર્તમાન નાણાકીય વર્ષ 2024-25ના એપ્રિલ-જૂનમાં દેશનો જીડીપી વૃદ્ધિ દર ઘટીને 15 મહિનાની નીચી સપાટીએ પહોંચી ગયો છે. તે 6.7 ટકા રહ્યો છે.
ભારત સરકારના આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલયે શુક્રવારે જીડીપી વૃદ્ધિ દરના સત્તાવાર આંકડા જાહેર કર્યા. એપ્રિલ-જૂન 2024ના ત્રિમાસિક ગાળામાં દેશનો આર્થિક વિકાસ દર 6.7 ટકા રહ્યો. મહત્વનું છે કે ભારતીય રિઝર્વ બેંકએ તેની દ્વિ-માસિક નાણાકીય નીતિમાં એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં તે 7.2 ટકા રહેવાનો અંદાજ મૂક્યો હતો.
ગયા વર્ષની સરખામણીમાં 1.5 ટકાનો ઘટાડો
ગત વર્ષે નાણાકીય વર્ષ 2023-24ના સમાન સમયગાળામાં દેશનો આર્થિક વિકાસ દર 8.2 ટકા હતો. જે આ વર્ષે 6.7 ટકા રહ્યો છે એટલે કે 1.5 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.
 જાણકારોનું કહેવુ છે કે એપ્રિલથી જૂન દરમિયાન ચૂંટણીના કારણે આચારસંહિતા લાગુ રહી હતી. તેનાથી અર્થતંત્રમાં સરકારી ખર્ચમાં ઘટાડો થયો. સંભવતઃ જીડીપી નીચે આવવાનું કારણ આ હોઈ શકે છે. આ સિવાય હીટવેવના પ્રકોપથી પણ આ સમયગાળા દરમિયાન અર્થવ્યવસ્થા પર અસર પડી છે.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button