GUJARAT

ભત્રીજીને હેરાન કરનાર ઈસમને ઠપકો આપતા માથામાં ધારિયું માર્યું

  • જાનથી મારી નાખવાની ધમકી આપી
  • ધારિયા અને લાકડી વડે હુમલો કરી ઇજા કરતાં સારવાર માટે ખસેડાયા
  • માજીરાણાની ભત્રીજીને હેરાન કરતો હોય તે બાબતે ઠપકો આપ્યો હતો

અમીરગઢ તાલુકાના ગણેશપુરા ડાભેલા ગામે રહેતા ચંદુભાઈ છગનભાઈ ફળબતાએ શાંતિભાઈ કાળાજી માજીરાણાની ભત્રીજીને હેરાન કરતો હોય.

તે બાબતે ઠપકો આપ્યો હતો.જે બાબતનું મન દુઃખ રાખી ચંદુભાઈએ શાંતિભાઈ કાળાજી માજીરાણા તેમના કાકાના દીકરા જયંતીભાઈ ખેમાજી માજીરાણા સાથે ગણેશપુરા ડાભેલા ગામની ડેરીમાં દૂધ ભરાવવા જઈ રહ્યા હતા.તે સુમારે ચંદુભાઈ છગનભાઈ માજીરાણા ઘરની આગળ પહોંચતા શાંતિભાઈને રોકી ચંદુભાઈ હાથમાં ધારીયા વડે અને તેમના બનેવી વિષ્ણુભાઈ બદાભાઈ એ હાથમાં લાકડી વડે અને વિષ્ણુભાઈના કાકાના દીકરા અરજણભાઈએ શાંતિભાઈ પર હુમલો કરી માથામાં ધારિયું મારી નીચે પાડી ગડદાપાટુનો માર માર્યો હતો.જ્યાં જ્યંતીભાઈ વચ્ચે પડી વધુ માર મારવામાંથી બચાવ્યા હતા.જ્યાં ત્રણેય ઈસમો જતા શાંતીભાઈને બીજીવાર તેમના સામેના પડવા કહી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.હુમલામાં ઘાયલ શાંતિભાઈ બેભાન થઈ જતા તેમને અમીરગઢ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં હતા. ઈજા વધુ ગંભીર હોવાથી પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડયા હતા.માથામાં ગંભીર ઈજાને કારણે હેમરેજ હોવાથી વધુ સારવાર માટે પાલનપુર ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.જે બાબતે જયંતીભાઈ ખેમાજી ચૌહાણ એ ચંદુભાઈ છગનભાઈ ફળબતા રહે.ગણેશપુરા,ડાભેલા,અમીરગઢ, વિષ્ણુભાઈ બદાભાઈ રહે.કુઈ તા.આબુરોડ,જી.સિરોહી રાજસ્થાન અને અરજણભાઈ મંછાજી ફળબતા વિરૂદ્ધ અમીરગઢ પોલીસ મથકે ફરિયાદ કરતા જે બાબતે પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button