- જમ્મુ કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણીને લઇને તૈયારીઓ
- ભાજપ દ્વારા ઉમેદવારોનું પ્રથમ લિસ્ટ કરાયુ જાહેર
- પ્રથમ લિસ્ટમાં કુલ 44 ઉમેદવારોના નામની યાદી
દેશમાં વિવિધ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. ચૂંટણી પંચે હરિયાણા અને જમ્મુ કાશ્મીર માટે ચૂંટણીની તારીખો જાહેર કરી છે. જ્યારે મહારાષ્ટ્ર અને ઝારખંડ માટે હજી જાહેરાત થવાની બાકી છે. તેવામાં જમ્મુ કાશ્મીરમાં ચૂંટણીને લઇેન ભાજપે કમર કસી છે.. ભાજપે આગામી જમ્મુ અને કાશ્મીર વિધાનસભા ચૂંટણી માટે 44 ઉમેદવારોની યાદી જાહેર કરી છે
ભાજપે કોને આપી ટિકિટ ?
- અર્શિદ ભટ રાજપોરાથી ચૂંટણી લડશે
- જાવેદ અહમદ કાદરી શોપિયાંથી ચૂંટણી લડશે
- મોહમ્મદ રફીક વાની અનંતનાગ પશ્ચિમથી ચૂંટણી લડશે.
- એડવોકેટ સૈયદ વઝાહત અનંતનાગથી ચૂંટણી લડશે
- સુશ્રી શગુન પરિહાર કિશ્તવાડથી ચૂંટણી લડશે
- ગજય સિંહ રાણા ડોડાથી ચૂંટણી લડશે
આ યાદીમાં પ્રથમ તબક્કા માટે 15, બીજા તબક્કા માટે 10 અને ત્રીજા તબક્કાના મતદાન માટે 19 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે જમ્મુ-કાશ્મીરમાં ત્રણ તબક્કામાં ચૂંટણી યોજાવાની છે.
પૂર્વ ડેપ્યુટી સીએમને ટિકિટ નહીં
આ યાદીની ખાસ વાત એ છે કે પૂર્વ ડેપ્યુટી સીએમ અને જમ્મુ-કાશ્મીર વિધાનસભાના પૂર્વ સ્પીકર ડૉ. નિર્મલ સિંહને ટિકિટ મળી નથી. નિર્મલ સિંહ 2014માં બિલવાર વિધાનસભા સીટ પરથી જીત્યા હતા.
બે કાશ્મીરી પંડિતોને પણ ટિકિટ
ભાજપે કાશ્મીર ઘાટીની બે બેઠકો પરથી કાશ્મીરી પંડિતને પોતાના ઉમેદવાર બનાવ્યા છે. વીર સરાફને શાંગાસ-અનંતનાગ પૂર્વથી અને અશોક ભટ્ટને હબ્બકાદલથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.