NATIONAL

J&K: કિશ્તવાડમાં સુરક્ષા દળો અને આતંકવાદી વચ્ચે અથડામણ, બંને તરફથી ભારે ગોળીબાર

જમ્મુ કાશ્મીરના કિશ્તવાડમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે. સુરક્ષા કોર્ડનમાં 2 થી 3 આતંકીઓ ફસાયેલા છે. બંને તરફથી ભારે ગોળીબાર ચાલુ છે. આ ઓપરેશન ભારતીય સેના, CRPF અને જમ્મુ-કાશ્મીર પોલીસના જવાનોની સંયુક્ત ટીમ દ્વારા હાથ ધરવામાં આવી રહ્યું છે.

આતંકવાદીઓ વિરુદ્ધ ઓપરેશન ચાલુ

સુરક્ષા દળોની ટીમો જમ્મુ ક્ષેત્રના અલગ-અલગ વિસ્તારોમાં આતંકવાદીઓ વિરુદ્ધ ઓપરેશન ચલાવી રહી છે. ખાસ કરીને પહાડો અને ગાઢ જંગલોમાં આતંકીઓની શોધ કરવામાં આવી રહી છે. મહત્વનું કહી શકાય કે, હવે જમ્મુ કાશ્મીરમાં ચૂંટણી નજીકમાં છે ત્યારે તે સમયે છેલ્લા ઘણા દિવસોથી આતંકવાદીઓની ઘૂસણખોરીના સમાચાર સામે આવી રહ્યા છે.

સેનાએ ઓપરેશન શરૂ કર્યું

આ સંદર્ભમાં, સુરક્ષા દળોને કિશ્તવાડના દુગ્ગાડા જંગલમાં આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી મળી હતી, જેના પર ભારતીય સેના, સીઆરપીએફ અને જમ્મુ-કાશ્મીર પોલીસના જવાનોની સંયુક્ત ટીમે ઓપરેશન શરૂ કર્યું હતું. આ દરમિયાન કોર્ડન વધુ કડક થતું જોઈને આતંકીઓએ ફાયરિંગ શરૂ કરી દીધું હતું. જવાબી કાર્યવાહીથી એન્કાઉન્ટર શરૂ થયું છે.

કુપવાડામાં સેનાએ ત્રણ ઘૂસણખોરોને ઠાર કર્યા હતા

30 ઓગસ્ટે સેનાએ ઉત્તર કાશ્મીરના કુપવાડા જિલ્લામાં નિયંત્રણ રેખા પર બે અલગ-અલગ ઓપરેશનમાં ત્રણ ઘૂસણખોરોને ઠાર કર્યા હતા.સૈન્ય અધિકારીઓએ જણાવ્યું હતું કે કુપવાડા જિલ્લાના તંગધારમાં 28-29 ઓગસ્ટની મધ્યવર્તી રાત્રે સંભવિત ઘૂસણખોરીના પ્રયાસો વિશે ગુપ્ત માહિતી મળ્યા બાદ ભારતીય સેના અને જમ્મુ અને કાશ્મીર પોલીસ દ્વારા સંયુક્ત ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. કુપવાડા જિલ્લાના માછિલમાં એલઓસી પર શંકાસ્પદ ગતિવિધિઓની માહિતી મળ્યા બાદ તે જ સમયે અન્ય સંયુક્ત ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું.

જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ

જમ્મુના કઠુઆ, સાંબા, ઉધમપુર, ડોડા, રિયાસી, રાજૌરી અને પુંછ જિલ્લામાંથી ઘૂસણખોરીના પ્રયાસો, હુમલાઓ અને હથિયારોની પુનઃપ્રાપ્તિ નોંધવામાં આવી છે. ઘૂસણખોરીના પ્રયાસ એવા સમયે થઈ રહ્યા છે જ્યારે જમ્મુ-કાશ્મીરમાં લગભગ દસ વર્ષ બાદ વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ થઈ રહી છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button