જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં હવે દર્દીઓ માટે અને તેમના સગા વ્હાલાઓ માટે નવી પાસ સિસ્ટમ શરૂ કરવામાં આવી રહી છે. આ સિસ્ટમથી દર્દીઓને વધુ સારી રીતે સગવડતા મળી રહેશે અને સ્ટાફની સલામતી માટે પણ ખૂબ જ ઉપયોગી સાબિત થશે.
હોસ્પિટલમાં દર્દીઓ સાથે હવે માત્ર બે જ સગાઓ રહી શકશે
જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં અવારનવાર દર્દીઓ અને સિક્યુરિટી તેમજ ડોક્ટરો વચ્ચેના ઘર્ષણના બનાવો અવારનવાર બનતા રહેતા હોય છે. ત્યારે સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ સાથે હવે માત્ર બે જ સગાઓ રહી શકશે તે માટેની પાસ વ્યવસ્થા શરૂ કરવામાં આવનાર છે. અલગ અલગ વિભાગ માટે અલગ અલગ કલરના પાસ તૈયાર કરવામાં આવ્યા છે. જ્યારે સિવિલ હોસ્પિટલમાં દર્દી સારવાર લેવા માટે દાખલ થશે ત્યારે જ તેમને આ પાસુ કરી દેવામાં આવશે. જેમાં દર્દીના સગા સાથે રહેનાર અન્ય બે પાસ આપવામાં આવશે. ઉપરાંત દર્દીને મળવા માટેનો સમય પણ સુનિશ્ચિત કરવામાં આવશે અને તેના માટેની પણ પાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
દર્દી માટે આ સિસ્ટમ ખૂબ જ આશીર્વાદ રૂપ સાબિત થશે
મોટાભાગની ખાનગી હોસ્પિટલોમાં આવી સિસ્ટમ હાલ કાર્યરત છે. ત્યારે હવે જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં પણ સિસ્ટમ કાર્યરત થવા જઈ રહી છે. ત્યારે દર્દીઓને વધુને વધુ સારી સારવાર મળી રહે ઉપરાંત નર્સિંગ સ્ટાફ તેમજ હોસ્પિટલના સ્ટાફ અને સિક્યુરિટી અને દર્દીના સગાવાલા વચ્ચે ઘર્ષણના જે બનાવો બને છે તેને રોકવા માટે પણ આ સિસ્ટમ ખૂબ જ ઉપયોગી સાબિત થશે. આ સિસ્ટમથી સમગ્ર હોસ્પિટલનું સંચાલન કરવામાં આવશે અને જેમાં એકવાર્ડનો દર્દી કે તેના સગા અન્ય વોર્ડ કે વિસ્તારમાં જોવા મળશે તો તેની સામે કાર્યવાહીની પણ જોગવાઈ કરવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી છે. આમ હવે જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં વધુને વધુ સારી સગવડતા દર્દીઓને મળી રહેશે તે માટે આ સિસ્ટમ ખૂબ જ આશિર્વાદ રૂપ સાબિત થશે.
Source link