GUJARAT

Junagadh: સાયબર ફ્રોડની ઘટના, 64 ડ્રેસની ખરીદી કરી અને આવ્યો 1 શર્ટ

જુનાગઢ જોશી પરામાં આવેલી માતૃશ્રી એમ જી ભુવા કન્યા વિદ્યામંદિર ગ્રાન્ટેડ શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા જયશ્રી બેન રંગોલીયા સાયબર ફ્રોડનો શિકાર બન્યા છે. તેમની શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ અર્થે અભ્યાસની સાથે સાથે કલાક કૌશલ્યને રમતગમત જેવી વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે.

ફોટોગ્રાફ પરથી પસંદગીના ડ્રેસ ખરીદવાનો ઓર્ડર આપવામાં આવ્યો હતો

આ શાળાની દીકરીઓના સાંસ્કૃતિક ડ્રેસ ખરીદવા માટે તેમણે ગુગલમાં વેપારીઓની માહિતી મેળવી હતી, જેથી ઈન્ડિયા માર્ટમાં અપલોડ કરેલા પોતાના નંબર ઉપર સુરતની જીયા પટેલ નામની અજાણી વ્યક્તિનો ગત 29 ઓગસ્ટના રોજ ફોન આવ્યો હતો, જેમાં તેમણે પાર્ટીકલ કાપડના વિશાળ ઉત્પાદક અને હોલસેલર છે તેવી ઓળખાણ આપી હતી. ત્યારબાદ તેમણે વોટસએપ પર ચણિયાચોળીના અને અન્ય સાંસ્કૃતિક ઘણા બધા ફોટોગ્રાફ મોકલ્યા હતા, જેમાં ફોટોગ્રાફ પરથી પસંદગીના ડ્રેસ ખરીદવાનો ઓર્ડર આપવામાં આવ્યો હતો, જે માટે એડવાન્સ પેમેન્ટ ચૂકવવાનું રહેશે તેવી શરત કરવામાં આવી હતી.

એડવાન્સ ઓનલાઈન રૂપિયા 37,500 પણ ચૂકવી દેવામાં આવ્યા હતા

ખરીદી માટે જીયા પટેલ સાથે અવારનવાર તેમને વોટસએપ તેમજ ટેલીફોન પર વાતચીત કરવામાં આવતી હતી અને તેમની ઉપર ભરોસો મૂકીને જયશ્રીબેન રંગોલીયાએ નેટ બેન્કિંગથી રૂપિયા 37,500 ઓનલાઈન પેમેન્ટ ચૂકવ્યું હતું અને 64 નંગ ડ્રેસ મગાવવામાં આવ્યા હતા. આ પાર્સલ ઈન્ડિયા પોસ્ટ મારફતે આવશે તેવું જણાવી અને રાહ જોવામાં આવતી હતી. ત્યારે આ પાર્સલ આવતા તેમાંથી એકમાત્ર શર્ટ નીકળ્યો હતો, જે અંગેની જાણ જીયા પટેલને કરવામાં આવતા તેમણે કોઈ વળતો જવાબ આપ્યો નહતો, જેથી તેઓની સાથે છેતરપિંડી થઈ છે અને ઓનલાઈન ફ્રોડના તેઓ ભોગ બને છે તેવું માલુમ થતાં તેમને સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી છે.

સમગ્ર મામલાને લઈને તપાસ શરૂ

આમ, હાલ તો સાયબર ક્રાઈમ દ્વારા સમગ્ર મામલાને લઈને તપાસ કરવામાં આવી રહી છે, જયશ્રીબેન દ્વારા કરવામાં આવેલી ખરીદીને લઈને તેમની સાથે જૂનાગઢની અન્ય શાળાઓના પ્રિન્સિપાલ દ્વારા પણ ખરીદી કરવામાં આવી છે અને તે તમામ લોકોને પણ કોઈને ટીશર્ટ તો કોઈને શર્ટ નીકળ્યા છે તો આ સમગ્ર બાબતને લઈને તેઓ દ્વારા પણ ફરિયાદ કરવામાં આવશે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button