NATIONAL

Karnataka: તુંગભદ્રાના બંધના દરવાજામાં ગાબડું પડતાં આંધ્રપ્રદેશ પર પૂરનો ખતરો

  • આંધ્રપ્રદેશ તંત્રે નદીકાંઠાના લોકો માટે પૂરની ચેતવણી જારી કરી
  • ગેટ નંબર 19માં ગાબડું પડતાં 35,000 ક્યૂસેક પાણી વહેવા લાગ્યું
  • કુલ 48,000 ક્યૂસેક પાણીનો જથ્થો ડિસ્ચાર્જ થવાની સંભાવના

કર્ણાટકના તુંગભદ્રા નદીના દરવાજામાં શનિવારે મોડી રાતે ગાબડું પડતાં હેઠવાસના વિસ્તારોમાં પાણીનો પ્રવાહ વહેવા લાગતાં અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. આ ઘટનાને કારણે આંધ્રપ્રદેશના વિસ્તારો પર પૂરનું જોખમ તોળાઇ રહ્યું છે. આંધ્રપ્રદેશ આપત્તિ વ્યવસ્થાપન તંત્રે નદીને કિનારે આવેલા વિસ્તારોમાં પૂરની ચેતવણી જારી કરી છે.

કર્ણાટકમાં તુંગભદ્રા નદી પરનો ગેટ નંબર 19 પાણીના ભારે દબાણને કારણે તુટી ગયો હતો. તેને પરિણામે નીચાણવાળા વિસ્તારોમાં 35000 ક્યૂસેક પાણી અચાનક વહેવા લાગ્યું હતું. આવનારા દિવસોમાં બંધમાં પાણીની સપાટી વધી શકે તેમ હોવાથી નદીકિનારે વસી રહેલા સમુદાયો સામે પૂરનું જોખમ તોળાયેલું છે. આંધ્રપ્રદેશ આપત્તિ વ્યવસ્થાપન તંત્રના એમડી આર.કુર્માધને જણાવ્યું કે કુલ 48,000 ક્યૂસેક પાણીનો જથ્થો ડિસ્ચાર્જ થવાની સંભાવના છે. આવનારા દિવસોમાં બંધમાં પાણીની સપાટી વધવાની સંભાવના હોવાથી તુંગભદ્રા નદી કિમારે વસી રહેલા સમુદાયો માટે ખતરો સર્જાઇ શકે છે. લોકોને સાવધ રહેવા સૂચના આપવામાં આવી છે. અચાનક પાણી આવવાની સંભાવના હોવાથી લોકોને નદી અને નહેરોને પાર કરવાથી બચવા ચેતવણી આપવામાં આવી છે.

ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમ્સ તૈનાત થઇ

અધિકારીઓએ હાઇ એલર્ટ જારી કરીને સંભવિત પુરનો સામનો કરવા પ્રભાવિત વિસ્તારોમાં આપત્તિ પ્રબંધન ટીમ્સ તૈનાત કરી દીધી છે. ટીમ્સ સ્થિતિઓ પર ઝીણવટભરી નજર રાખી રહી છે. સ્થાનિકોને નિયમિતપણે અપડેટ જાણકારી મળી રહે તે માટે સત્તાવાર ચેનલ્સ કામે લાગી ચૂકી છે. બંધથી નીચાણવાસના વિસ્તારોમાં લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા તંત્ર દ્વારા અનેક પગલાં લેવામાં આવ્યા છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button