BUSINESS

Knowledge: મકાન ભાડે આપતા પહેલા આટલું રાખો ધ્યાન,નહીં તો મુકાશો મુશ્કેલીમાં

  • લોકો ઘણી વખત ખાલી મકાનને કોઈ પરિચિતને મકાન ભાડા પર આપે છે
  • મકાન ભાડે આપતા પહેલા આ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ
  • ભાડા કરાર કર્યા વિના મકાન ભાડે આપવા પર થઈ શકે છે કાનૂની વિવાદ

મકાન ભાડે આપતા પહેલા આ મહત્વપૂર્ણ કામ કરવાનું હોય છે.  આ કામ કર્યા વિના તે પછીથી ખૂબ મુશ્કેલ બની જાય છે. ચાલો જણાવીએ કે આ કામ શું છે. ઘણી વખત લોકોના ઘરમાં ઘણા બધા રૂમ ખાલી છે. તો આવી સ્થિતિમાં લોકો તેમના મકાનને ભાડે આપે છે.

વિશ્વાસ પડી શકે છે મોંધો

આપણું મકાન ખાલી હોવાથી મકાન ભાડે આપતા પહેલા કોઈ પરિચિત જ ભાડૂઆત મળી જાય છે. તો ક્યારે કોઈ બહારના લોકો હોય છે. લોકો ઘણીવાર કોઈ પરિચિત હોય તેવા લોકોને મકાન ભાડે આપે છે. કારણ કે તેઓ વિશ્વાસુ છે. પરંતુ ક્યારેક આ વિશ્વાસ મોંઘો પણ પડી જાય છે.

મકાન ભાડે આપતા પહેલા ભાડા કરાર કરો

જ્યારે લોકો પોતાના પરિચિત લોકોને મકાન ભાડે આપે છે, ત્યારે તેઓ કેટલીક બાબતોને અવગણા કરે છે. મકાન ભાડે આપતા પહેલા લોકો સૌથી મહત્વપૂર્ણ કાર્ય પૂર્ણ કરતા નથી. જેના કારણે તેમને પાછળથી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. જ્યારે પણ ઘર ભાડે આપો ત્યારે ચોક્કસપણે ભાડા કરાર કરો.

ભાડા કરાર કરેલ ન હોય તો પડી શકે છે મુશ્કેલી

જ્યારે પણ જાણીતા લોકોને મકાન ભાડે આપી છીએ. ત્યારે ભાડા કરાર કર્યા વગર મકાન ભાડે આપી દેવામાં આવે છે. જેના કારણે કોઈ કાનૂની વિવાદ ઉભો થાય છે અથવા તમારે ભાડામાં વધારો કરવો હોય ત્યારે મુશ્કેલ બની જાય છે. કારણ કે તમારી પાસે અન્ય કોઈ કરાર નથી અને તમે કાયદાકીય રીતે બંધાયેલા છો. એટલા માટે જ્યારે પણ મકાન ભાડા પર આપો ત્યારે પહેલા ભાડા કરાર કર્યા બાદ જ મકાન ભાડે આપો.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button