NATIONAL

Kolkata Case: મામલો ઢાંકવાનો પ્રયાસ થયો, મમતા બેનર્જી રાજીનામુ આપે, BJPની માગ

કોલકાતામાં ડોક્ટર સાથે રેપ અને બળાત્કાર મામલે સુનાવણી દરમિયાન રાજ્ય સરકારની કાર્યપ્રણાલી પર સવાલો ઉઠાવ્યા છે. કોર્ટે કહ્યુ કે આ મામલે તપાસમાં લાપરવાહી થઇ હોવાનું જણાવ્યું છે. અદાલતે આ મામલાની તપાસ સાથે જોડાયેલી એજન્સીઓને પૂરતી જાણકારી ન આપવાને લઇને પણ આકરી ટિપ્પણી કરી છે.

મમતા બેનર્જી રાજીનામુ આપે  

કોર્ટની ટિપ્પણી અંગે ભાજપે વળતો પ્રહાર કર્યો છે. ભાજપે કહ્યું કે કોર્ટની આકરી પ્રતિક્રિયાથી સ્પષ્ટ થઈ ગયું છે કે રાજ્ય સરકારે આ મામલાને ઢાંકવાનો પૂરો પ્રયાસ કર્યો છે. ભાજપે કહ્યું છે કે આ પછી મમતા બેનર્જીને તેમના પદ પર યથાવત રહેવાનો કોઈ અધિકાર નથી. પાર્ટીએ મમતા બેનર્જીના તાત્કાલિક રાજીનામાની માંગ કરી છે.

27 મિનિટના જ કેમ આપ્યા સીસીટીવી ? 

ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા ગૌરવ ભાટિયાએ કહ્યું કે મમતા બેનર્જી સરકારે તપાસ એજન્સીને માત્ર 27 મિનિટના CCTV ફૂટેજ આપ્યા છે, જ્યારે કેસની સંપૂર્ણ તપાસ માટે સમગ્ર CCTV ફૂટેજ તપાસ એજન્સીને આપવા જોઈએ. આ મામલે પોલીસ કમિશનરની ભૂમિકા સંપૂર્ણપણે શંકાના દાયરામાં છે. આવી સ્થિતિમાં તેમને તાત્કાલિક તેમના પદ પરથી હટાવી દેવા જોઈએ.

કમિશનર-મમતા બેનર્જી વચ્ચેની વાત જાહેર કરાય

ભાજપે આશંકા વ્યક્ત કરી છે કે જે દિવસે ડોક્ટર સાથે દુર્ભાગ્યપૂર્ણ ઘટના બની તે દિવસે મામલાને ઢાંકવા માટે કાવતરું ઘડવામાં આવ્યું હતું. પાર્ટીની માંગ છે કે ઘટનાની રાતથી લઈને આગામી 24 કલાક સુધી મમતા બેનર્જી અને કોલકાતા પોલીસ કમિશનર વચ્ચે થયેલી વાતચીત જાહેર કરવામાં આવે. તેમણે કહ્યું કે મમતા બેનર્જી અને પોલીસ કમિશનરની કોલ ડિટેઈલની તપાસ થવી જોઈએ.




Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button