NATIONAL

Kolkata Rape Case : સંદીપ ઘોષના ખાસ સાગરીતને ઇડીએ અટકાયત હેઠળ લીધો

ટ્રેઇની મહિલા તબીબના દુષ્કર્મ અને હત્યાના કેસમાં એનફોર્સમેન્ટ ડિરેક્ટરેટ દ્વારા આરજે કર મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલના પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષના સાગરીત પ્રશુન ચેટરજીની ધરપકડ કરવામાં આવી છે.

સાત કલાકના ઓપરેશન બાદ ઇડી અધિકારીઓએ પ્રશુન ચેટરજીને સુભાષગ્રામના ડી પારા વિસ્તારમાં આવેલા તેના ઘરેથી અટકાયત હેઠળ લેવાયો હતો. પ્રશુન ચેટરજી સંદીપ ઘોષનો ખાસ સાગરીત હોવાનું કહેવાઇ રહ્યું છે. તે ઘણા વીડિયોમાં ઘટનાસ્થળે સંદીપ ઘોષ સાથે જોવા પણ મળ્યો હતો. ઇડી અધિકારીઓ સાથે પોતાના ઘરની બહાર નીકળતી વખતે પ્રશુને કહ્યું હતું કે, મેં ઇડી અધિકારીઓના તમામ સવાલોનો જવાબ આપ્યો હતો. આ દરમિયાન ચેટરજીના પડોશીઓ બહાર આવ્યા હતા અને તેમણે ન્યાયના સુત્રો પોકાર્યા હતા. સંદીપ ઘોષના બેલિયાઘાટા વિસ્તારમાં આવેલા ઘરે પણ દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી. સંદીપ ઘોષ પર નાણાકીય ગેરરીતિના આરોપ છે. આ આરોપ મેડિકલ કોલેજના પૂર્વ ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ અખ્તર અલી દ્વારા લગાવવામાં આવ્યા હતા.

SCએ પક્ષકાર બનવાની સંદીપની અરજી ફગાવી

સર્વોચ્ચ અદાલતે આરજી કર મેડિકલ કોલેજમાં નાણાકીય ગેરરીતિના મામલે પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષની અરજી ફગાવી દીધી છે. આરજી કર મેડિકલ કોલેજમાં એક મહિલા તબીબ સાથે દુષ્કર્મ અને તેની હત્યાના કેસ બાદ ઘોષની ગેરરીતિઓ સામે આવી છે. આ ગેરરીતિઓના કેન્દ્રમાં આરજી કર મેડિકલ કોલેજના પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષ હતા. કોલકાતા હાઇકોર્ટે આરજી કર મેડિકલ કોલેજમાં અનિયમિતતાની તપાસ સીબીઆઇને સોંપવાનો આદેશ આપ્યો હતો. જે આદેશને ઘોષે સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. જોકે, સુપ્રીમ કોર્ટે સંદીપ ઘોષની અરજી આમ કહીને ફગાવી દીધી હતી કે તેમને કેસમાં પક્ષકાર બનવાનો કોઇ અધિકાર નથી.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button