NATIONAL

Maharashtra: શિવસેના ઉદ્ધવ જૂથની પ્રથમ યાદી જાહેર, 65 ઉમેદવારોના નામ કર્યા જાહેર

શિવસેના (UBT)એ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે પ્રથમ યાદી જાહેર કરી છે. જેમાં 65 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. આદિત્ય ઠાકરે વર્લીથી ચૂંટણી લડશે જ્યારે રાજન વિચારેને થાણેથી ટિકિટ આપવામાં આવી છે. રત્નાગીરીથી સુરેન્દ્રનાથ માનેને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.

ત્રણ પક્ષો 85-85 સીટો પર ચૂંટણી લડશે

ઉલ્લેખનીય છે કે, મહા વિકાસ અઘાડીમાં ઘણા સમયથી સીટ વહેંચણીને લઈ બેઠકોનો દોર ચાલી રહ્યો હતો. પરંતુ હવે આ અંગે સર્વસંમતિ સધાઈ છે. ઉદ્ધવ જૂથના નેતા સંજય રાઉતે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, ત્રણ પક્ષો એટલે કે કોંગ્રેસ, શરદ જૂથ અને ઉદ્ધવ જૂથ હવે 85-85 સીટો પર ચૂંટણી લડશે.

કોને ક્યાથી મળી ટિકિટ?

ઉદ્ધવ જૂથ વતી ચાલીસગાંવ સીટ પરથી ઉન્મેશ પાટીલ, પાચોરાથી વૈશાલી સૂર્યવંશી, મેહકરથી સિદ્ધાર્થ ખરાત, બાલાપુરથી નીતિન દેશમુખ, અકોલા ઈસ્ટથી ગોપાલ દાટકર, વાશિમથી સિદ્ધાર્થ દેવલે, બડનેરાથી સુનિલ ખરાટે, રામટેકથી વિશાલ બરબેટ, વણી વિધાનસભા સીટ પરથી સંજય ડેરકર, લોહા સીટ પરથી એકનાથ પવાર, પરભણીથી રાહુલ પાટીલ, ગંગાખેડથી વિશાલ કદમ, સિલ્લોડથી સુરેશ બનકર, કન્નડ બેઠક પરથી ઉદયસિંહ રાજપૂત, સંભાજીનગર મધ્યથી કિશનચંદ તનવાણી, સંભાજીનગર પશ્ચિમથી રાજુ શિંદે, વૈજાપુરથી દિનેશ પરદેશી, નંદગાંવથી ગણેશ છાત્રક, માલેગાંવ બાહ્યથી અદ્વય હિરે, નિફાડથી અનિલ કદમ, નાસિક સેન્ટ્રલથી વસંત ગીતે, નાસિક પશ્ચિમથી સુધાકર બડગુજર, પાલઘરથી જયેન્દ્ર દુબાલા, બોઈસરથી ડો. વિશ્વાસ વલવી, ભિવંડીથી મહાદેવ ઘાટલ, અંબરનાથથી રાજેશ વાનખેડે, ડોમ્બિવલીથી દિપેશ મ્હાત્રે, કલ્યાણ ગ્રામીણથી સુભાષ ભોઈર, ઓવલા-માજીવાડાથી નરેશ માનેરાને ટિકિટ આપવામાં આવી છે.

આ સાથે કોપરી-પચપાખાડીથી કેદાર દિઘે, થાણેથી રાજન વિચારે, ઐરોલીથી એમકે માધવી, મગાથાણેથી ઉદેશ પાટેકર, વિક્રોલીથી સુનિલ રાઉત, ભાંડુપ પશ્ચિમથી રમેશ કોરગાંવકર, જોગેશ્વરી પૂર્વથી અનંત નાર, દિંડોશીથી સુનિલ પ્રભુ, ગોરેગાંવથી સમર દેસાઈ, ચેમ્બુરથી પ્રકાશ ફાતર્પેકર, અંધેરી ઈસ્ટથી ઋતુજા લટકે, કુર્લાથી પ્રવીણા મોરાજકર, કાલીનાથી સંજય પોટનિસ, વાંદ્રેથી વરુણ સરદેસાઈને ટિકિટ આપવામાં આવી છે.

MVA તમામ 288 સીટો પરથી લડશે ચૂંટણી

સંજય રાઉત, જયંત પાટીલ, નાના પટોલે અને બાલાસાહેબ થોરાટે પત્રકાર પરિષદ યોજી હતી. આ દરમિયાન સંજય રાઉતે કહ્યું કે, અમે બધા અહીં સાથે છીએ. છેલ્લી બેઠક શરદ પવારના નેતૃત્વમાં યોજાઈ હતી. શરદ પવારે અમને મીડિયા સમક્ષ જઈને MVA સીટ શેરિંગ ફોર્મ્યુલાની જાહેરાત કરવાનો નિર્દેશ આપ્યો હતો. ઉદ્ધવ જૂથ, કોંગ્રેસ, શરદ જૂથ અને ગઠબંધન ભાગીદારો જેમ કે SP, AAP અને અન્યોએ યોગ્ય સીટોની વહેંચણી કરી છે. ત્રણેય પક્ષો 85-85 સીટો પર ચૂંટણી લડશે. કુલ 270 સીટોની વહેંચણીની ફોર્મ્યુલા નક્કી કરવામાં આવી છે. બાકીની સીટો પર વધુ ચર્ચા કરવામાં આવશે. અમે તમામ 288 સીટો પર સાથે મળીને ચૂંટણી લડવાના છીએ.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button