NATIONAL

Manipur: મણિપુરમાં રોકેટથી હુમલો, હિંસામાં પાંચનાં મોત, ત્રણ બંકરનો નાશ કરાયો

મણિપુરના જિરીબામ જિલ્લામાં ચાલી રહેલી હિંસામાં શનિવારે કુલ પાંચ લોકોનાં મોત થયા છે. જિરીબામ જિલ્લાના કુકી અને મેતેઈ સમુદાયો વચ્ચે થયેલા ગોળીબારમાં સૂઈ રહેલી એક વ્યકિતનું ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. જ્યારે બીજી ઘટનાઓમાં ચાર લોકોનાં મોત થયા હતા.
આ મોત શુક્રવારે બળવાખોરોએ વિષ્ણુપુરમાં રોકેટ હુમલાના એક દિવસ પછી થયો છે, જેમાં એક વ્યકિતનું મોત થયું છે. આ ઉપરાંત છ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ દરમિયાન સુરક્ષાદળોએ ચુરાચાંદપુર જિલ્લામાં સર્ચ ઓપરેશન ચલાવતા આતંકવાદીઓના ત્રણ બંકરનો નાશ કરવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, મણિપુરના કુકી અને મેતેઈ સમુદાયો વચ્ચે ગત મે માસમાં શરૂ થયેલી હિંસામાં 200થી વધુ લોકોનાં મોત થયા હતા અને હજારો લોકો બેઘર થયા છે. મણિપુરના જિરાબામ જિલ્લામાં આતંકવાદીઓએ એક નિર્જન સ્થળ પર એકલા રહેતા એક વ્યકિતના ઘરમાં ઘુસીને ગોળી ધરબી દીધી હતી અને એની હત્યા કરીને ત્યાંથી પલાયન થઈ ગયા હતા.  પોલીસના જણાવ્યા પ્રમાણે વ્યકિતની હત્યા પછી જિરાબામ જિલ્લાથી આશરે સાત કિલોમીટર દૂર પર્વતોમાં બે સમુદાયો વચ્ચે અથડામણ થઈ. આ અથડામણ દરમ્યાન બંને પક્ષો વચ્ચે ભારે ગોળીબાર થયો. જેમાં ચાર હથિયારધારી વ્યકિતના મોત થયા હતા. આમાં ત્રણ પર્વતીય વિસ્તારના આતંકવાદીઓ હતા.
રોકેટથી હુમલો, પોલીસ અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર
જિરીબામ જિલ્લાની બહાર આવેલ ઘણા હમાર આદિવાસી સમુદાય આ કરારમાં સામેલ થવાનો ઈનકાર કરી દીધો હતો. તેઓનું કહેવું હતું કે તેઓ આ અંગેની કોઈ જાણકારી નથી. આ દરમિયાન સુરક્ષાદલોને શુક્રવારે ચુરાચાંદપુર જિલ્લાના લાઈકા મુઆરલાઉ અને મુલસાંગ ગામમાં ઝૂંબેશ ચલાવી આતંકવાદીઓના ત્રણ બંકરોનો સફાયો કર્યો છે.પોલીસ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આતંકવાદીઓએ બિષ્ણુપુર જિલ્લામાં બે સ્થળો પર રોકેટ તૈનાત કર્યા હતા, જેમાં એક વરિષ્ઠ નાગરિકનું મોત થયું હતું અને અન્ય છ નાગરિકો ઘાયલ થયા હતા. આ પછી, પોલીસ ટીમો અને વધારાના સુરક્ષા દળોએ આસપાસની પહાડી શ્રેણીઓમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button