મારું ગુજરાત

ભાવનગરમાં નકલી ઓઈલ બનાવતી ફેક્ટરી ઝડપાઈ, LCBની મોટી કાર્યવાહી

by

Thenewsdk

Updated: 17-03-2026, 01.14 PM

Follow us:

ભાવનગર રેન્જ આઈ.જી.પી. રાજેન્દ્ર વી. અસારી અને એસ.પી. નિતેશ પાંડેયની સૂચનાથી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ડામવા માટે LCBની ટીમ સતત વોચમાં હતી. દરમિયાન LCB પી.આઈ. એ.આર. વાળાની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે કુંભારવાડા પીપર ચોક પાસે આવેલી બાનુબેનની વાડીના એક પ્લોટમાં નકલી ઓઈલ બનાવવાનું યુનિટ ચાલી રહ્યું છે. આ બાતમીના આધારે પોલીસે ગત 16 માર્ચ 2026ના રોજ ઓચિંતો દરોડો પાડતા ફેક્ટરીમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓનો પર્દાફાશ થયો હતો.

પોલીસે આરોપી પાસે કરાવ્યું રિહર્સલ
આરોપીઓ કેવી રીતે આખું કૌભાંડ આચરતા હતા તે સમજવા માટે પોલીસે મુખ્ય આરોપી અમિત દવે પાસે ફેક્ટરીમાં જ રિહર્સલ કરાવ્યું હતું. પોલીસે આ પ્રક્રિયાનો વીડિયો પણ જાહેર કર્યો છે, જેમાં આરોપી ખાલી ડબ્બામાં ઓઈલ ભરી, ઢાંકણું સીલ કરી અને તેના પર ડુપ્લીકેટ સ્ટીકર ચોંટાડતો જોવા મળે છે. છેલ્લા છ માસથી આ બંને શખ્સો કુંભારવાડામાં ભાડે રાખેલી જગ્યામાં આ કાળો કારોબાર ચલાવી રહ્યા હતા, જેના કારણે અનેક વાહનોના એન્જિનને નુકસાન પહોંચ્યું હોવાની ભીતિ છે.

કૌભાંડની મોડસ ઓપરેન્ડી
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે અમિત બચુભાઈ દવે (રહે. શિલ્પીનગર) અને નિકુંજ શાંતિલાલ બારૈયા (રહે. શક્તિનગર) નામના બે શખ્સોએ આ કૌભાંડ રચ્યું હતું. શરૂઆતમાં આ બંને શખ્સોએ પોતાની બ્રાન્ડ લોન્ચ કરી હતી, પરંતુ બજારમાં તે સફળ ન થતાં તેમણે ટૂંકા રસ્તે કમાણી કરવા માટે નામચીન કંપનીઓના નામે નકલી ઓઈલ વેચવાનું શરૂ કર્યું.

તેઓ અમદાવાદથી સસ્તું ‘લુઝ ઓઈલ’ મંગાવતા હતા અને દિલ્હી-બોમ્બે જેવા મોટા શહેરોમાંથી નામાંકિત કંપનીઓની 900 મી.લી.ની ખાલી બોટલો તથા આબેહૂબ દેખાતા નકલી સ્ટીકરો મંગાવતા હતા. ઇલેક્ટ્રિક મશીન વડે લુઝ ઓઈલને આ બોટલોમાં ભરી, પ્રોફેશનલ મશીનથી તેને સીલ કરવામાં આવતું હતું. ત્યારબાદ તેના પર બ્રાન્ડેડ કંપનીના સ્ટીકરો લગાવીને અસલી હોવાના નામે બજારમાં ગેરેજ માલિકો અને નિર્દોષ વાહનચાલકોને પધરાવી દઈ વિશ્વાસઘાત કરવામાં આવતો હતો.

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.