SPORTS

Sports: મુશફિકુર નવરન માટે બેવડી સદીચૂક્યો,બાંગ્લાદેશે પાક.સામે 117 રનની લીડ મેળવી

  • પ્રથમ ટેસ્ટ : બાંગ્લાદેશ 565 ઓલઆઉટ, મુશફિકુર 191, પાકિસ્તાન બીજા દાવમાં 1/23
  •  સ્ટમ્પના સમયે શાન મસૂદ નવ તથા અબ્દુલ્લા શફીક 12 રન બનાવીને રમી રહ્યા હતા
  • લિટન દાસે 78 બોલમાં 56, મહેદી હસન મિરાઝે 77 રનનું યોગદાન આપ્યું હતું.

પ્રવાસી બાંગ્લાદેશે પાકિસ્તાન સામેની પ્રથમ ટેસ્ટના ચોથા દિવસે પોતાની સ્થિતિ મજબૂત કરી લીધી હતી.

પાકિસ્તાનને પ્રથમ દાવમાં નોંધાવેલા 448 રનના જવાબમાં બાંગ્લાદેશે પ્રથમ દાવમાં 565 રન બનાવીને 117 રનની મજબૂત લીડ મેળવી લીધી હતી. ચોથા દિવસના અંતે પાકિસ્તાને બીજા દાવમાં એક વિકેટે 23 રન બનાવી લીધા હતા અને હજુ પણ તે 94 રન પાછળ છે. સ્ટમ્પના સમયે શાન મસૂદ નવ તથા અબ્દુલ્લા શફીક 12 રન બનાવીને રમી રહ્યા હતા. બાંગ્લાદેશનો અનુભવી વિકેટકીપર મુશફિકુર રહીમે નવ રન માટે પોતાની બેવડી સદી ચૂકી ગયો હતો. તેણે 341 બોલની ઇનિંગમાં 191 રન બનાવ્યા હતા. લિટન દાસે 78 બોલમાં 56, મહેદી હસન મિરાઝે 77 રનનું યોગદાન આપ્યું હતું.

મુશફિકુરે ટેસ્ટ ક્રિકેટમાં છઠ્ઠી વખત બાંગ્લાદેશ માટે 150 પ્લસ રનની ઇનિંગ રમી હતી. મુશફિકુરે પાકિસ્તાન સામે પ્રથમ અને ઓવરઓલ 11મી સદી ફટકારી હતી. પાકિસ્તાન સામે તે સાતમી ટેસ્ટ રમી રહ્યો છે. બાંગ્લાદેશ તરફથી સદીના મામલે તે બીજા ક્રમે આવી ગયો છે. તેણે તમિમ ઇકબાલને (10 સદી) પાછળ રાખી દીધો હતો. બાંગ્લાદેશ તરફથી સર્વાધિક સદીનો રેકોર્ડ મોમિનુલ હકના (12 સદી) નામે છે. આ ઉપરાંત મુશફિકુરે વિદેશમાં સર્વાધિક પાંચ સદી નોંધાવીને તમિમની ચાર સદીનો રેકોર્ડ પણ તોડયો હતો. પાકિસ્તાનના પાર્ટટાઇમ સ્પિનર આગા સલમાને 41 ઓવર નાખી હતી પરંતુ તેણે 136 રન આપ્યા હોવા છતાં એક પણ વિકેટ ઝડપી નહોતી.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button