NATIONAL

Nabanna Abhijan: હાવડા બ્રિજ પર વિદ્યાર્થીઓનું ઉગ્ર આંદોલન, લાઠીચાર્જ પથ્થરમારો થયો

  • પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જી રાજીનામું આપેના નારા સાથે મોટી સંખ્યામાં પ્રદર્શન થઇ રહ્યુ છે
  • વિદ્યાર્થીઓ રસ્તાઓ પર ઉતરી આવ્યા છે
  • વિદ્યાર્થીઓએ પહેલા નબન્ના અભિયાનનું એલાન કર્યુ છે

પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જી રાજીનામું આપેના નારા સાથે મોટી સંખ્યામાં પ્રદર્શન થઇ રહ્યુ છે. વિદ્યાર્થીઓ રસ્તાઓ પર ઉતરી આવ્યા છે. વિદ્યાર્થીઓએ પહેલા નબન્ના અભિયાનનું એલાન કર્યુ છે. તેને રોકવા માટે મોટી સંખ્યામાં પોલીસબળ તહેનાત કરવામાં આવ્યુ છે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. હાવડા બ્રિજને સીલ કરી દેવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓએ લોખંડની બેરીકેડને ખસેડી દીધી છે. આ મામલે 4 વિદ્યાર્થીઓની ધરપકડ કરવામાં આવી છે.

પોલીસે ટીયર ગેસ છોડ્યા

https://x.com/ani_digital/status/1828344732621156397

પ્રદર્શનકર્તાઓને દૂર કરવા અને ભગાડવા માટે આંસૂ ગેસ છોડવામાં આવ્યો. પ્રદર્શનકારીઓ પર વોટર કેનનથી પાણી છાંટવામાં આવ્યુ. કોલકત્તામાં થયેલ ડોક્ટરની હત્યા બાદ સમગ્ર દેશમાં ભારે વિરોધ જોવાઇ રહ્યો છે.પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓએ આગળ વધવાનો પ્રયાસ કરતાની સાથે જ પોલીસે તેમના પર વોટર કેનનથી પાણીનો છંટકાવ શરૂ કરી દીધો હતો. પ્રદર્શનકારીઓ ફરીથી ઉભા થઇને પ્રદર્શન કરી રહ્યા છે. સ્થળ પર મોટી સંખ્યામાં પોલીસ હાજર છે. પ્રદર્શનકારીઓને લાઠી અને દંડા ફટકારીને દૂર કરાઇ રહ્યા છે. 

TMCએ વિદ્યાર્થીઓના પ્રદર્શનને ગુંડાગર્દી ગણાવી

તૃણમુલ કોંગ્રેસના સાસંદ સયાની ઘોષે વિદ્યાર્થીઓના પ્રદર્શનને ગુંડાગર્દી ગણાવ્યુ હતુ. તેમણે કહ્યુ કે આ તો ગુંડાઓ કરે તેવુ કામ છે. આમાં કોઇ મહિલા સામે આવતી નથી. ફક્ત 4-5 રાષ્ટ્રીય ધ્વજ ફરકી રહ્યા છે. વિરોધ પ્રદર્શન નહી આતો પિકનીક પર જતા હોય તેવુ લાગી રહ્યુ છે. પ્રદર્શનકર્તાઓ પાણીમાં ઠંડાપાણીથી મજા લઇને નાતા હોય તેવુ લાગે છે. 


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button