GUJARAT

Rajkotમાં BRTS રૂટ પર નબીરાઓએ 3 અલગ-અલગ કારને બેફામ રીતે ચલાવી

  • BRTS રૂટ પર બેફામ કાર ડ્રાઈવ કરતા 3 નબીરા
  • પોલીસને પડકાર ફેંકતો વીડિયો થયો વાયરલ
  • પોલીસે નબીરાઓને ઝડપવાની તજવીજ હાથધરી

રાજકોટના 150 ફૂટ રીંગ રોડના બીઆરટીએસના રૂટ પર ત્રણ નબીરાઓએ બેફામ રીતે કાર ચલાવી લોકોના જીવ તાળવે ચોંટાડયા હતા,રાત્રીના સમયે બીઆરટીએસ રૂટમાં ગેરકાયદેસર રીતે કાર ચલાવી પોલીસને ખુલ્લો પડકાર ફેંકયો હતો,આ વીડિયો સોશિયલ મિડીયામાં વાયરલ થતા પોલીસે વધુ તપાસ હાથધરી છે.

નબીરાઓ બન્યા બેફામ

રંગીલા રાજકોટમાં નબીરાઓ બેફામ બન્યા છે,તેનો એક વીડિયો વાયરલ થયો છે,વીડિયોમાં જોઈ શકાય છે નબીરાઓ બિંદાસ રીતે બીઆરટીએસ રૂટ પર કાર ચલાવી રહ્યાં છે.તો બીજી તરફ પોલીસે સીસીટીવી તેમજ વીડિયોના આધારે તપાસ હાથધરી છે.પોલીસને આવા નબીરાઓ પડકાર ફેંકી રહ્યાં છે,જે કાર તે બ્લેક કલરની છે અને તેમાં બ્લેક ફિલમ પણ લગાડવામાં આવી છે,બલેક ફિલમ લગાડવાથી કારની અંદર કોણ બેઠુ છે તે ખબર નથી પડતી.

લોકોને આવા વીડિયો બનાવાનો શોખ વધ્યો

ગુજરાતમાં આવા ઘણા વીડિયો સોશિયલ મિડીયામાં વાયરલ થાય છે,જેમાં નબીરાઓ બેફામ રીતે કાર હાંકતા હોય છે અને લોકોના જીવ જોખમમાં મૂકતા હોય છે,ત્યારે પોલીસ આવા નબીરાઓ સામે ગુનો તો નોંધે છે પરંતુ હળવી કલમનો ગુનો નોંધી આવા નબીરાઓ કોર્ટમાંથી જામીન પણ મેળવી લેતા હોય છે,પોલીસ આવા નબીરાઓની સામે કડક કાર્યવાહી કરી કાયદાનો પાઠ ભણાવે તે જરૂરી બન્યું છે.

ગાંધીનગરમાં 190ની સ્પીડે કાર ચલાવી હતી નબીરાઓએ

ગાંધીનગરમાં નબીરાઓ રોડ પર રીલ બનાવવાને લઈ લોકોના જીવ જોખમમા મૂકયા હતા,32 કરોડના ખર્ચે બનેલા આઈકોનિક ભાઈજીપુરાથી ગિફટ સિટી સુધીના રોડ પર આ નબીરાઓએ ફુલ સ્પીડમાં કાર દોડાવી હતી,લકઝુરીયસ કાર આટલી સ્પીડમાં ચલાવતા પોલીસને આ વાત મગજ પર આવી અને રીલના આધારે તમામ લોકોની ધરપકડ કરી હતી,આ તમામ કારમા ગેરકાયદેસર બ્લેક ફિલમ લગાવી હતી જેના કારણે બહારના લોકો અંદર કોણ બેઠા છે તેને જોઈ શકતા નથી,પોલીસે કારને જપ્ત કરી બ્લેક ફિલમ દૂર કરી હતી અને અલગથી તેનો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો.

 


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button