GUJARAT

Dwarka ખાતે ભારે વરસાદની આગાહી થતા NDRFની ટીમ સ્ટેન્ડબાય

  • 97 તાલુકામાં સામાન્યથી એક ઈંચ સુધી વરસાદ આવ્યો
  • એનડીઆરએફ ટીમ દેવભૂમિ દ્વારકા જિલ્લાને ડીપ્લોય કરવામાં આવી
  • તા.28 ઓગસ્ટ સુધી ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના

હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આજથી તારીખ 28 સુધીના દિવસોમાં ગમે ત્યારે ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. જેમાં દેવભૂમિ દ્વારકા ખાતે એનડીઆરએફની ટીમને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. હવામાન ખાતાની આગાહી મુજબ રાજ્યમાં તા.28 ઓગસ્ટ સુધી ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના છે.

એનડીઆરએફ ટીમ દેવભૂમિ દ્વારકા જિલ્લાને ડીપ્લોય કરવામાં આવી

અન્વયે રાહત અને બચાવની કામગીરી સમયસર થઇ શકે તે હેતુથી સરકાર દ્વારા એનડીઆરએફ ટીમ દેવભૂમિ દ્વારકા જિલ્લાને ડીપ્લોય કરવામાં આવેલ છે. આ ટીમ રાહત અને બચાવની કામગીરીને અનુરૂપ તમામ સંસાધનો સાથે એનડીઆરએફની ટીમને જિલ્લા ક્લેક્ટર જી.ટી.પંડ્યાના માર્ગદર્શન હેઠળ દ્વારકા ખાતે સ્ટેન્ડ બાય રાખવામાં આવેલ છે. સમગ્ર રાજયમાં સાર્વત્રિક વરસાદ આવ્યો છે. જેમાં સાંજના ચાર વાગ્યા સુધી 229 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. તેમજ સૌથી વધુ બોરસદ-વડોદરામાં 10 ઈંચ વરસાદ પડ્યો છે.

97 તાલુકામાં સામાન્યથી એક ઈંચ સુધી વરસાદ આવ્યો

આણંદ અને પાદરામાં સવા આઠ ઈંચ વરસાદ તેમજ નડિયાદ,ખંભાત અને મોરવાહડફમાં આઠ ઈંચ વરસાદ આવ્યો છે. તથા તારાપુર,વસો, નખત્રાણામાં સાત ઈંચથી વધુ વરસાદ અને સોજીત્રા, પેટલાદ, ગોધરામાં છ ઈંચથી વધુ વરસાદ આવ્યો છે. તેમજ સાત તાલુકામાં પાંચ ઈંચ કરતા વધુ વરસાદ આવ્યો છે. 11 તાલુકામાં ચાર ઈંચ કરતા વધુ વરસાદ આવ્યો છે. 14 તાલુકામાં ત્રણ ઈંચ કરતા વધુ વરસાદ તથા 33 તાલુકામાં બે ઈંચ કરતા વધુ વરસાદ આવ્યો છે. 51 તાલુકામાં એક ઈંચ કરતા વધુ વરસાદ તેમજ 97 તાલુકામાં સામાન્યથી એક ઈંચ સુધી વરસાદ આવ્યો છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button