NATIONAL

NEET-UG 2024: ફરીથી નહીં યોજાય પરીક્ષા, સુપ્રીમ કોર્ટે પુન:વિચાર અરજી ફગાવી

NEET-UG પરીક્ષાને લઈને આ વર્ષે મોટો હંગામો મચી ગયો હતો, ઘણા શહેરોમાં ભારે વિરોધ પ્રદર્શનો કરવામાં આવ્યા હતા. લોકોએ પરીક્ષામાં ગેરરીતિનો આક્ષેપ કરીને ભારે રોષ પણ વ્યક્ત કર્યો હતો.

ફરીથી પરીક્ષા યોજવી યોગ્ય નહીં: SC

ત્યારે આજે 6 નવેમ્બરના રોજ સુપ્રીમ કોર્ટે 2 ઓગસ્ટના નિર્ણયની સમીક્ષાની માગ કરતી અરજીને ફગાવી દીધી છે અને જેમાં કોર્ટે નવી પરીક્ષાની મંજૂરી આપવાનો ઈનકાર કરી દીધો છે. આ દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું કે રેકોર્ડમાં ઉપલબ્ધ સામગ્રીના આધારે ફરીથી પરીક્ષા યોજવી યોગ્ય નથી. CJI DY ચંદ્રચુડ, જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મૌજ મિશ્રાની ખંડપીઠે આ નિર્ણયની સમીક્ષાની માગ કરતી અરજીને ફગાવી દીધી હતી. આ સાથે જ કોર્ટે રિવ્યુ પિટિશનને ઓપન કોર્ટમાં લિસ્ટ કરવાની વિનંતીને પણ ફગાવી દીધી હતી.

કાજલ કુમારીએ કરી હતી અરજી

આ વર્ષની નેશનલ એલિજિબિલિટી-કમ-એન્ટ્રન્સ ટેસ્ટ એડમિનિસ્ટ્રેશનની અખંડિતતાને કાજલ કુમારીએ યુનિયન ઑફ ઈન્ડિયા સામે દાખલ કરેલી અરજીમાં પડકારવામાં આવી હતી. અરજદારોએ દલીલ કરી હતી કે પ્રાથમિક કાર્યવાહી દરમિયાન સીબીઆઈના રિપોર્ટ સહિતના મહત્વના પુરાવાઓને અપૂરતી રીતે ધ્યાનમાં લેવામાં આવ્યા હતા.

નિર્ણયમાં કોઈ ભૂલ નથી: સુપ્રીમ કોર્ટ

બેન્ચે કહ્યું કે તેના નિર્ણયમાં કોઈ ભૂલ નથી. કોર્ટે 23 જુલાઈના પોતાના નિર્ણયમાં કહ્યું હતું કે NEET-UG પરીક્ષામાં પેપર લીક હજારીબાગ અને પટનામાં થયું હતું તે વાત પર કોઈ વિવાદ નથી. આદેશ જાહેર કરતી વખતે, CJIએ કહ્યું કે કોર્ટ સંપૂર્ણ રીતે સમજે છે કે આ વર્ષ માટે NEET-UG પરીક્ષા ફરીથી યોજવાથી 24 લાખથી વધુ વિદ્યાર્થીઓ માટે ગંભીર પરિણામો આવી શકે છે અને પ્રવેશ પ્રક્રિયામાં વિક્ષેપ પણ આવી શકે છે. આ ભવિષ્યમાં લાયક તબીબી વ્યાવસાયિકોની ઉપલબ્ધતાને મોટી અસર કરશે.

વિદ્યાર્થી સામે કડક પગલાં લેવામાં આવશે

સુપ્રીમ કોર્ટે વધુમાં જણાવ્યું હતું કે કલંકિત વિદ્યાર્થીઓને નિષ્કલંક વિદ્યાર્થીઓથી અલગ કરી શકાય છે અને જો તપાસમાં લાભાર્થીઓની સંખ્યામાં વધારો થયો હોવાની જાણ થાય તો કાઉન્સેલિંગ પ્રક્રિયા પૂરી થયા પછી પણ કોઈપણ તબક્કે આવા વિદ્યાર્થી સામે કડક પગલાં લેવામાં આવશે. કોર્ટે કહ્યું કે આ છેતરપિંડીનો કોઈ પણ વિદ્યાર્થી કે જે લાભાર્થી સંડોવાયેલો જોવા મળે છે તો તેને પ્રવેશ ચાલુ રાખવા માટે કોઈ અધિકારનો દાવો કરવાનો અધિકાર રહેશે નહીં.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button