NATIONAL

Jammu Kashmir: વિધાનસભાની ચૂંટણી પહેલા મળ્યા નવા DGP,નલિન પ્રભાત સંભાળશે કમાન

  • જમ્મુ કાશ્મીરના નવા ડીજીપી બન્યા નલિન પ્રભાત
  • 1 ઑક્ટોબરથી સંભાળશે જમ્મુ-કાશ્મીરનો કાર્યભાર
  • 1192ના છે આઇપીએસ અધિકારી નલિન પ્રભાત
જમ્મુ કાશ્મીપના નવા ડીજીપી તરીકે સીનિયર આઇપીએસ અધિકારી નલિન પ્રભાતને બનાવાયા છે. મળતી માહિતી અનુસાર 1992ના IPS અધિકારી નલિન પ્રભાતને 30 સપ્ટેમ્બર 2024 સુધી સ્પેશિયલ ડાયરેક્ટર જનરલ (SDG) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેઓ જમ્મુ અને કાશ્મીર પોલીસની દેખરેખ રાખતા વિશેષ મહાનિર્દેશક તરીકે સેવા આપશે. તેઓ 1 ઓક્ટોબરથી જમ્મુ-કાશ્મીરના ડીજીપી તરીકેનો ચાર્જ સંભાળશે.
કોણ છે નલિન પ્રભાત ?
  • વરિષ્ઠ પોલીસ અધિકારી નલિન પ્રભાત 1992 બેચના IPS અધિકારી છે.
  • નલિન પ્રભાતનો જન્મ 1968માં હિમાચલ પ્રદેશના મનાલીના થુંગરી ગામમાં થયો હતો.
  • તેમણે દિલ્હીની સેન્ટ સ્ટીફન્સ કોલેજમાંથી B.A (ઓનર્સ) અને M.A.માં ગ્રેજ્યુએશન પૂરું કર્યું.
  • તેઓ આંધ્રપ્રદેશથી ડેપ્યુટેશન પર AGMUT કેડરમાં જોડાયા છે.
  • નલિન પ્રભાત હાલમાં નેશનલ સિક્યુરિટી ગાર્ડ (NSG)ના ડાયરેક્ટર જનરલ (DG) છે.
  • નલિન પ્રભાતનો કાર્યકાળ AGMUT કેડરમાં જોડાયાની તારીખથી અથવા આગળના આદેશ સુધી ત્રણ વર્ષનો રહેશે.
નલિન પ્રભાત જમ્મુ-કાશ્મીર માટે નવા નથી
ગૃહ મંત્રાલયના આદેશમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે આઈપીએસ અધિકારી નલિન પ્રભાતને એનએસજીના મહાનિર્દેશકના પદ પરથી તાત્કાલિક મુક્ત કરવામાં આવે જેથી તેઓ એજીએમયુટી કેડરમાં જોડાઈ શકે. તેઓ આંધ્રપ્રદેશ અને કેન્દ્ર સરકારમાં ઘણા હોદ્દા પર રહ્યા છે. તેમણે જમ્મુ અને કાશ્મીરમાં CRPFના એડિશનલ ડાયરેક્ટર જનરલ તેમજ CRPF IGP તરીકે પણ સેવા આપી છે. નલિન પ્રભાત જમ્મુ-કાશ્મીર માટે નવા નથી. તેમને રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા અને આતંકવાદ સામે લડવાનો લાંબો અનુભવ છે.
નલિન પ્રભાતને ઘણા મેડલ મળ્યા છે
નલિન પ્રભાતનું અનેકવાર સન્માન પણ કરવામાં આવ્યું છે. તેમને શૌર્ય માટે પોલીસ મેડલ, પરાક્રમ મેડલ, મેરીટોરીયસ સર્વિસ માટે પોલીસ મેડલ, વિશિષ્ટ સેવા માટે પોલીસ મેડલ, આંતરિક સુરક્ષા મેડલ (જમ્મુ અને કાશ્મીર) ત્રણ વખત એનાયત કરવામાં આવ્યા છે.




Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button