NATIONAL

સ્વતંત્રતા દિવસ પર ઓડિશા સરકારે આપી મહિલાઓને ભેટ, પીરિયડ લીવની કરી જાહેરાત

  • ઓડિશા સરકારે કરી મહિલાઓ માટે ખાસ જાહેરાત
  • સ્વતંત્રતા દિવસ પર મહિલાઓને આપી મોટી ભેટ
  • હવે મહિલાઓને મળશે પીરિયડ લીવ

ઓડિશા સરકારે સરકારી અને ખાનગી બંને ક્ષેત્રમાં કામ કરતી મહિલા કર્મચારીઓ માટે એક દિવસની માસિક રજા શરૂ કરી છે. ઓડિશાના નાયબ મુખ્ય પ્રધાન પ્રવતી પરિદાએ કટકમાં આયોજિત જિલ્લા સ્તરીય સ્વતંત્રતા દિવસની ઉજવણી દરમિયાન આ જાહેરાત કરી છે. આ નીતિ, જે તરત જ અમલમાં આવે છે, મહિલા કર્મચારીઓને તેમના માસિક ચક્રના પહેલા કે બીજા દિવસે રજા લેવાની સ્વતંત્રતા આપે છે.

સરકારી અને ખાનગી ક્ષેત્રના કર્મચારીઓને લાગુ પડશે

આ પહેલનો હેતુ મહિલાઓને તેમના સ્વાસ્થ્ય અને સુખાકારીને વધુ અસરકારક રીતે સંચાલિત કરવામાં મદદ કરવાનો છે. નાયબ મુખ્ય પ્રધાન પ્રવતિ પરિદાએ જણાવ્યું હતું કે, “આ વૈકલ્પિક છે, જે મહિલાઓ વ્યવસાયિક કાર્યમાં સામેલ હતી તે શારીરિક પીડાના પહેલા કે બીજા દિવસે રજા લઈ શકે છે. આ સરકારી અને ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ બંનેને લાગુ પડશે.”

મહિલાઓને અસહ્ય પીડામાંથી પસાર થવું પડે છે

સ્ત્રીઓમાં માસિક સ્રાવ અથવા પીરિયડ્સ એ કુદરતી પ્રક્રિયા છે. આ સમયગાળા દરમિયાન મહિલાઓને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. પીરિયડ્સ દરમિયાન દરેક સ્ત્રીના શરીરમાં અલગ-અલગ પ્રકારના ફેરફારો જોવા મળે છે, પરંતુ દરેકમાં બદલાવ આવવાનો જ છે. પીરિયડ્સ દરમિયાન મહિલાઓને સૌથી વધુ અસહ્ય પીડામાંથી પસાર થવું પડે છે, જેના કારણે ઘરેલું અને બહારના કામ કરવામાં મુશ્કેલી પડે છે. હવે આ સમસ્યાઓને જોતા ઓડિશા સરકારે દરેક મહિલાને મહિનામાં એક દિવસની રજા આપવાની જાહેરાત કરી છે.

ઓડિશા સરકારે કરી માસિક રજાની જાહેરાત

મહિલાઓના અધિકારોની વાત હંમેશા થતી રહી છે. મહિલાઓને પહેલેથી જ પ્રસૂતિ રજા મળે છે, હવે ઓડિશા સરકારે ગુરુવારે રાજ્ય સરકાર અને ખાનગી ક્ષેત્રમાં કામ કરતી મહિલા કર્મચારીઓ માટે એક દિવસની માસિક રજા નીતિ રજૂ કરી છે. કટકમાં જિલ્લા સ્તરીય સ્વતંત્રતા દિવસની ઉજવણી દરમિયાન ઓડિશાના નાયબ મુખ્ય પ્રધાન પ્રવતી પરિદાએ આ જાહેરાત કરી હતી. આ રજા મહિલાઓને તેમના પીરિયડ્સના દિવસે અથવા બીજા દિવસે આપવામાં આવશે.

કયા રાજ્યોમાં આ રજા ઉપલબ્ધ છે?

બિહાર અને કેરળ એવા રાજ્યો છે જ્યાં માસિક રજાની નીતિઓ અમલમાં છે. બિહારે તેની નીતિ 1992 માં રજૂ કરી હતી, જેમાં મહિલાઓને દર મહિને બે દિવસની પેઇડ રજાની મંજૂરી આપવામાં આવી હતી. 2023 માં, કેરળે તમામ યુનિવર્સિટીઓ અને સંસ્થાઓમાં મહિલા વિદ્યાર્થીઓ માટે માસિક રજા તેમજ 18 વર્ષથી વધુ ઉંમરની મહિલાઓ માટે પ્રસૂતિ રજા 60 દિવસ સુધી લંબાવી હતી. ભારતમાં કેટલીક ખાનગી કંપનીઓ, જેમ કે ઝોમેટોએ પણ માસિક રજાની નીતિઓ અપનાવી છે, જેમાં Zomato 2020 થી મહિલાઓને વાર્ષિક 10 દિવસની રજા ઓફર કરે છે. ઓડિશા સરકારની આ જાહેરાત એક મહત્વપૂર્ણ પગલું છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button