ગુજરાતમાં આત્મહત્યાનું પ્રમાણ વધ્યું છે. જેમાં 2022માં 9002 લોકોએ આપઘાત કર્યો હતો. તેમાં માંદગીના કારણે 1747 લોકોનો આપઘાત કર્યો હતો. 2021માં 8789 લોકોએ આત્મહત્યા કરી હતી તેમાં ટ્રેન કે વાહન નીચે આવતા 410 લોકોના મોત થયા છે. તેમજ ચાલુ ટ્રેન કે વાહન નીચે કૂદી 48 લોકોએ આપઘાત કર્યો છે.
બિલ્ડિંગ પરથી કૂદી 102 લોકોએ જીવન ટૂંકાવ્યુ
બિલ્ડિંગ પરથી કૂદી 102 લોકોએ જીવન ટૂંકાવ્યુ છે. તેમજ 2458 લોકોએ ઝેરી દવા પીને આપઘાત કર્યો છે. તથા 4793 લોકોએ ગળેફાંસો ખાઇને જીવન ટૂંકાવ્યુ છે. ઊંઘની ગોળીઓ ખાઈને 13 લોકોએ આપઘાત કર્યો હતો. 173 લોકોએ ગરીબીના કારણે આત્મહત્યા કરી છે. તેમજ 289 લોકોએ બેરોજગારીના કારણે આત્મહત્યા કરી છે. તેમજ 18 લોકોએ પ્રોપર્ટીના ઇસ્યુના કારણે આત્મહત્યા કરી છે. 644 લોકોએ પ્રેમ પ્રકરણમાં આત્મહત્યા કરી છે. આજે વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ પર Ncrbના આંકડા મૂજબ 2022ના વર્ષમાં 170924 લોકોએ આત્મહત્યા કરી હતી.
2285 લોકોએ પારિવારિક કારણોસર આત્મહત્યા કરી હતી
2018મા 134516, 2019મા 139123, 2020મા 153052, 2021મા 164033 લોકોએ આત્મહત્યા કરી છે. સૌથી વધુ આત્મહત્યા મહારાષ્ટ્રમાં 13.3 ટકા અને તમિલનાડુ 11.6 ટકા, મધ્યપ્રદેશ 9 ટકા, કર્ણાટક 8% જ્યારે ગુજરાતનો 5.2% હિસ્સો છે. ગુજરાતમાં માંદગીના કારણે 1747 લોકોએ આત્મહત્યા કરી હતી. 2021મા ગુજરાતમાં 8789 લોકોએ આત્મહત્યા કરી હતી. 2022માં આંકડો વધીને 9002 થયો હતો. ટ્રેન અથવા વાહન નીચે આવી આત્મહત્યાના 410 મોત થયા છે. ચાલુ ટ્રેન અથવા વાહન પર કૂદી 48 લોકોએ આત્મહત્યા કરી છે. બિલ્ડીંગ પરથી કૂદી 102 લોકોએ આત્મહત્યા કરી છે. ઝેર પીને આત્મહત્યા કરનાર 2458 લોકો હતા. 4793 લોકો ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી છે. 70 લોકો પેરાલીસીસથી પીડાતા હતા જેમણે આત્મહત્યા કરી છે. તથા 2285 લોકોએ પારિવારિક કારણોસર આત્મહત્યા કરી હતી.
Source link