BUSINESS

Onion Export: ડુંગળી વાવતા ખેડૂતોને સરકારે આપી રાહત, નિકાસથી પ્રતિબંધ હટાવ્યો, જાણો

છેલ્લા એક મહિનાથી ડુંગળીના ભાવમાં તેજી જોવા મળી રહી છે. હવે સરકારે ડુંગળી પર લઘુત્તમ ટેકાના ભાવને હટાવી લીધા છે. આવામાં કેટલાક લોકોનું માનવુંમ છે કે, ડુંગળીના ભાવમાં આવનારા સમયમાં ભારે તેજી જોવા મળી શકે છે.
સરકારે નિકાસને પ્રોત્સાહન આપવા અને ખેડૂતોની રોકડી કરવાના હેતુથી ડુંગળી અને બાસમતી ચોખા પરથી લઘુત્તમ ટેકાના ભાવ પર લાગેલી મર્યાદા હટાવી લીધી છે. સરકારે આ નિર્ણય ખેતી ગતિવિધિઓને કારણે મહત્ત્વના રાજ્યો મહારાષ્ટ્ર અને હરિયાણામાં વિધાનસભા ચૂંટણી નજીક આવતા કર્યો છે. હરિયાણા બાસમતી ચોખા મુખ્ય ઉત્પાદક રાજ્યોમાંથી એક છે. જ્યારે મહારાષ્ટ્ર ડુંગળી ઉત્પાદક રાજ્ય છે. ડુંગળી પર લઘુત્તમ નિકાસ મૂલ્ય 550 ડોલર પ્રતિ ટન નક્કી કરાયું હતું. 
ભાવમાં નહીં આવે તેજી?
દિલ્હીની છૂટક બજારમાં હજી ડુંગળીના ભાવ 60 રૂપિયે કિલોની આસપાસ છે. ડુંગળી નિકાસ પરથી પ્રતિબંધ હટી જતા આની છૂટક ભાવમાં કોઈપણ પ્રકારની તેજીની આશા નથી. આનું કારણ એ છે કે, સરકાર પાસે 4.7 લાખ ટન ડુંગળીનો બફર સ્ટોક રહ્યો છે. કોઈપણ પ્રકારની કિંમતમાં વધારો થવા પર સરકાર આને ઓપન માર્કેટમાં વેચીને ભાવને નીચે લાવશે. આ સિવાય આગામી સિઝનમાં ડુંગળીનો પાક વધવાની આશા છે. જેથી કિંમત સામાન્ય યથાવત્ રહે તેવી શકયા છે. ઉલ્લેખનીય છે કે, આશરે 38 લાખ ટન ડુંગળીનો ભંડાર ખેડૂતો અને વેપારીઓની પાસે હજી પડયો છે.
ડુંગળીનો લઘુત્તમ ભાવ 28 રૂપિયા પ્રતિ કિલો
ડુંગળીનો મહત્તમ ભાવ 83 રૂપિયા પ્રતિ કિલો અને લઘુત્તમ ભાવ 28 રૂપિયા પ્રતિ કિલો છે. દિલ્હી અને મુંબઈના ગ્રાહકોને ડુંગળીની વધતી કિંમતોથી રાહત આપવા માટે કેન્દ્રએ 5 સપ્ટેમ્બરે 35 રૂપિયા પ્રતિ કિલોના રાહત દરે ડુંગળી વેચવાનું શરૂ કર્યું હતું. NCCF અને NAFED એ તેમના સ્ટોર્સ અને મોબાઈલ વાન દ્વારા છૂટક વેચાણ શરૂ કર્યું. સરકારે 4.7 લાખ ટન ડુંગળીનો બફર સ્ટોક બનાવ્યો છે.  

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button