SPORTS

Cricket: બીજી ટેસ્ટમાં પણ બાંગ્લાદેશ સામે પાક.ની નબળી સ્થિતિ

  • લિટન દાસની શાનદાર સદી, પાક. માટે શહેઝાદે છ વિકેટ ઝડપી
  • મેચમાં પાકિસ્તાનની ફિલ્ડિંગ નબળી રહી હતી
  • પાકિસ્તાનને પહેલી ઇનિંગના જોરે બાર રનની લીડ મળી હતી

અહીં રમાઇ રહેલી પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચેની બીજી ટેસ્ટમાં પાકિસ્તાન ની હાલત નબળી જણાઇ રહી છે. પાકિસ્તાને પોતાની બીજી ઇનિંગમાં માત્ર નવ રનમાં જ બે વિકેટ ગુમાવી દેતા મેચ પર બાંગ્લાદેશી ટીમની મજબૂત પકડ જોવા મળી રહી હતી.

પાકિસ્તાનના પહેલી ઇનિંગના 274 રનના સ્કોર સામે બાંગ્લાદેશની ટીમ લિટન દાસની આકર્ષક સદી છતાં 262 રનમાં જ ઓલઆઉટ થઇ ગયુ હતું અને પાકિસ્તાનને પહેલી ઇનિંગના જોરે બાર રનની લીડ મળી હતી. લિટન દાસે બાંગ્લાદેશ વતી 228 બોલમાં 138 રનની આકર્ષક ઇનિંગ રમી હતી જેમાં 13 બાઉન્ડ્રી અને ચાર સિક્સર સામેલ હતી. જ્યારે મેહદી હસને 78 રન કર્યા હતા. મેચમાં પાકિસ્તાનની ફિલ્ડિંગ નબળી રહી હતી. પાકિસ્તાન વતી ખુર્રમ શહેઝાદે સૌથી વધુ છ વિકેટ જ્યારે હમ્ઝા અને સલમાન આગાએ 2-2 વિકેટ ઝડપી હતી. પાકિસ્તાને બીજી ઇનિંગમાં નબળો પ્રારંભ કરતા તેની 9 રનમાં બે વિકેટ પડી ગઇ હતી. ઓપનર અબ્દુલ્લા શફીકને હસન મહેમુદે 3 રનના અંગત સ્કોરે લિટન દાસના હાથે કેચ આઉટ કરાવ્યો હતો જ્યારે ખુર્રમ શહેઝાદ શૂન્ય રહેન હસન મહેમુદનો શિકાર બન્યો હતો.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button