GUJARAT

પાટણ એબીવીપી દ્વારા લૉ-કોલેજોની પ્રવેશ પ્રક્રિયા ચાલુ કરવાની માગ કરી

  • એડમિશન પ્રક્રિયા શરૂ નહીં થાય તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી
  • એબીવીપીના કાર્યકરોએ સૂત્રોચ્ચાર કરી કલેક્ટર કચેરી બહાર ચક્કાજામ કર્યો
  • રાજ્યની સરકારી અને અર્ધસરકારી લો કોલેજોની પ્રવેશ પ્રક્રિયા શરૂ થયેલ નથી

પાટણ કલેક્ટર કચેરીમાં એબીવીપીના કાર્યકરોએ આવેદનપત્ર આપ્યા બાદ કલેક્ટર કચેરી બહાર રસ્તા પર બેસી ચક્કાજામ કર્યો હતો. ત્યારે આ સમયે પોલીસ આવી જતાં તમામ કાર્યકરોને પકડી પોલીસ વાનમાં બેસાડી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા.

પાટણ એબીવીપીના કાર્યકરોએ કલેક્ટર કચેરીમાં આપેલ આવેદનપત્રમાં જણાવ્યું હતું કે ઓગસ્ટ મહિના સુધી રાજ્યની સરકારી અને અર્ધસરકારી લો કોલેજોની પ્રવેશ પ્રક્રિયા શરૂ થયેલ નથી. રાજ્યની અર્ધ સરકારી કોલેજોની પ્રશ્ન ઘણા લાંબાસમયથી પડતર છે ગત વર્ષે પણ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ પ્રતિનિધિ મંડળ દ્વારા આ વિષયના નિરાકરણ હેતુ રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરવામં આવેલ છે. રાજ્યની અર્ધ સરકારી લો કોલેજોની સ્થિતિ ખૂબજ દયનીય છે જેના પર સરકારના ત્વરિત પગલા અતિઆવશ્યક છે. આ તમામ વિષયોને લઈને એબીવીપી ગુજરાત દ્વારા ત્રણ માંગ કરાઈ છે.

ગુજરાતની અર્ધ સરકારી લો કોલેજોમાં બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના ધારાધોરણ પ્રમાણે પ્રાધ્યાપકોની ત્વરિત ભરતી કરવામાં આવે, ગુજરાતની ખર્ધ સરકારી લો કોલેજોમાં સરકાર દ્વારા પ્રતિ વિદ્યાર્થી આપવામાં આવતી ગ્રાન્ટમાં વધારો કરવામાં આવે તેવી એબીવીપી ગુજરાત સરકાર સમક્ષ માંગ કરે છે માંગો ન સ્વીકારતા એબીવીપી દ્વારા આંદોલન કરવામાં આવશે જેની સંપૂર્ણ જવાબદારી પ્રશાસનની રહેશે તેમ જણાવ્યૂ હતું.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button