GUJARAT

Bhuj: દિવાળીના તહેવારને લઈ બજારો ધમધમતી, લોકોએ લોકલ ફોર વોકલને આપ્યું પ્રાધાન્ય

દિવાળીના તહેવારને લઈ ભુજની બજારમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. બજારમાં ખરીદી માટે લોકોની ભીડ જોવા મળી હતી. દિવાળીના તહેવાર લઈને લોકોએ ખરીદીની શરૂઆત કરી દીધી છે. આવર્ષે સીઝન સારી રહેવાની વેપારીઓને આશા છે.

દિવાળી ગુજરાતીઓનો સૌથી મોટો તહેવાર માનવામાં આવે છે. ભુજની બજારમાં અત્યારથી લોકોએ ખરીદી શરૂ કરી દીધી છે. ભુજની બજારમાં ગ્રાહકોની ભીડ જોવા મળી હતી. છેલ્લા ઘણા સમયથી ઓનલાઇન શોપિંગનો લોકોમાં ભારે ક્રેજ જોવા મળતો હતો. પરંતુ હવે લોકો લોકલ ફોર વોકલને પ્રાધાન્ય આપી રહ્યા છે ..લોકો ફરીવાર બજારમાં ખરીદી કરવા માટે આવી રહ્યા છે. આજે લોકો ઑનલાઇન શોપિંગ જગ્યાએ બજારમાંથી ખરીદી કરવાનું પસંદ કરી રહ્યા છે. જેના કારણે બજારમાં ફરીવાર રોનક જોવા મળી રહી છે. ભુજની બજારમાં દિવાળીની ખરીદી માટે ધરાકી જોવા મળી રહી છે ..જેના કારણે ભુજ બજારો ફરીવાર ધમધમતી થઈ છે.

લોકલ ફોર વોકલને પ્રાધાન્ય

દિવાળી ગુજરાતીઓનો સૌથી મોટો તહેવાર માનવામાં આવે છે. ભુજની બજારમાં અત્યારથી લોકોએ ખરીદી શરૂ કરી દીધી છે. ભુજની બજારમાં ગ્રાહકોની ભીડ જોવા મળી હતી. છેલ્લા ઘણા સમયથી ઓનલાઇન શોપિંગનો લોકોમાં ભારે ક્રેજ જોવા મળતો હતો. પરંતુ હવે લોકો લોકલ ફોર વોકલને પ્રાધાન્ય આપી રહ્યા છે. હવે લોકો ફરી વાર બજારમાં ખરીદી કરવા માટે આવી રહ્યા છે.

ભુજ બજારો ફરી થઈ ધમધમતી

આજે લોકો ઓનલાઇન શોપિંગ જગ્યાએ બજારમાંથી ખરીદી કરવાનું પસંદ કરી રહ્યા છે. જેના કારણે બજારમાં ફરી વાર રોનક જોવા મળી રહી છે. ભુજની બજારમાં દિવાળીની ખરીદી માટે લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. જેના કારણે ભુજ બજારો ફરી વાર ધમધમતી થઈ છે.

ગૃહિણીઓ ઘરને સજાવવાની વસ્તુઓ ખરીદવામાં વ્યસ્ત

તમને જણાવી દઈએ કે થોડા દિવસ પહેલા નવરાત્રિ મહોત્સવ પૂર્ણ થયો છે અને આ દરમિયાન પણ લોકોએ બજારમાંથી ધૂમ ખરીદી કરી છે અને તે દરમિયાન પણ લોકોની ભારે ભીડ બજારમાં જોવા મળી રહી હતી. ત્યારે હાલમાં હવે લોકો દિવાળીની ખરીદી કરવામાં લાગી ગયા છે અને ફટાકડા, મીઠાઈ, નવા વાહનો, મોબાઈલ, કપડા, બૂટ, અને અન્ય જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ ખરીદવામાં વ્યસ્ત જોવા મળી રહ્યા છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button