BUSINESS

Petrol-Diesel Price Today: પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો આજનો નવો ભાવ

દેશમાં આજે ગણેશ ચતુર્થી અને સંવત્સરી પર્વ ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યા છે. આ નિમિત્તે ઓઈલ કંપનીઓએ પેટ્રોલ-ડીઝલના નવા ભાવ જાહેર કર્યા છે. આમ તો આજે પણ ઈંધણના ભાવમાં કોઈ ફેરફાર નથી કરાયો. પરંતુ તમામ શહેરોમાં જુદાજુદા ભાવ છે. તો તમે લેટેસ્ટ રેટ ચેક કર્યા પછી પેટ્રોલ ભરાવવા જશો. આવો જાણીએ તમારા શહેરમાં પેટ્રોલ-ડીઝલ કેટલા રૂપિયા વેચાઈ રહ્યું છે.


પેટ્રોલ-ડીઝલના ભાવ નક્કી થતા હોય છે

ક્રૂડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવના હિસાબથી ભારતમાં પેટ્રોલ-ડીઝલના રેટ નક્કી કરવામાં આવે છે. ઈંધણની કિંમતો દરરોજ સવારે છ વાગ્યે બદલાતા હોય છે. વિદેશી ચલણના વિનિયમની સાથે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ક્રૂડની કિંમતના આધારે રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવ બદલાતા હોય છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓ કિંમતોની સમીક્ષા કર્યા પછી દરરોજ ઈંધણના નવા રેટ નક્કી કરે છે. ઈન્ડિયન ઓઈલ, ભારત પેટ્રોલિયમ અને હિંદુસ્થાન પેટ્રોલિય રોજ નવા દરોમાં ફેરબદલ કરે છે.

ઘરેબેઠા આ રીતે પેટ્રોલ-ડીઝલના ભાવ જાણો

તમે ઘરે બેઠા એસએમએસથી પેટ્રોલ-ડીઝલના ભાવ અંગે જાણી શકો છો. જો તમે ઈન્ડિયન ઓઈલના ગ્રાહક હોવ તો આરએસપી અને પોતાના શહેરનો કોડ 9224992249 પર મોકલી બીપીસીએલ ગ્રાહકને આરએસપી અને શહેરનો કોડ લખીને 9223112222 નંબર પર મોકલો. ત્યારબાદ તમને એસએમએસથી તમામ જાણકારી મળશે. એચપીસીએલ ગ્રાહકોને એચપી પ્રાઈસ લખી 9222201122 આ નંબર મોકલવું. જેથી તમામ વિગતો મળશે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button