SPORTS

PM Modi કરશે 45 પિચોવાળી નેશનલ ક્રિકેટ એકેડમીનું ઉદ્ઘાટન! જાણો ખાસ સુવિધાઓ

BCCIના વર્તમાન સચિવ જય શાહે થોડા અઠવાડિયા પહેલા જાહેરાત કરી હતી કે બેંગલુરુમાં ટૂંક સમયમાં એક નવી નેશનલ ક્રિકેટ એકેડમી (NCA) ખોલવા જઈ રહી છે, જે વિશ્વ કક્ષાની સુવિધાઓથી સજ્જ હશે. સૂત્રોનું માનીએ તો, BCCIએ 29 સપ્ટેમ્બરે તેની વાર્ષિક બેઠક બોલાવી છે અને એવી અટકળો છે કે નવી એકેડમીનું ઉદ્ઘાટન પણ તે જ દિવસે કરવામાં આવશે. પરંતુ હવે સમાચાર છે કે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવા NCAનું ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છે.

PM મોદી કરી શકે છે ઉદ્ઘાટન

સુત્રના જણાવ્યા અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી BCCIની વાર્ષિક બેઠક દરમિયાન વિશ્વસ્તરીય સુવિધાઓથી સજ્જ NCAનું ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છે. થોડા દિવસો પહેલા, એક ઇન્ટરવ્યુમાં BCCI સચિવે NCAમાં નવી સુવિધાઓ વિશે ખૂબ જ ઉત્સાહિત હતા અને તેમણે કહ્યું હતું કે આ એકેડમી ઓલિમ્પિક એથ્લેટ્સ માટે પણ ખુલ્લી રહેશે. VVS લક્ષ્મણને NCAના અધ્યક્ષ તરીકે ચાલુ રાખવા પર પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા, પરંતુ BCCI સચિવે સ્પષ્ટ કર્યું હતું કે લક્ષ્મણ પ્રમુખ પદ પર ચાલુ રહેશે.

નવા NCAમાં આ સુવિધાઓ હશે

ઓગસ્ટ મહિનામાં જય શાહે સોશિયલ મીડિયા દ્વારા જણાવ્યું હતું કે નવા NCAમાં ઘણી બધી સુવિધાઓ આપવામાં આવશે. તેની અંદર ત્રણ આંતરરાષ્ટ્રીય સ્તરના ક્રિકેટ મેદાન હશે, 45 પ્રેક્ટિસ પીચો બનાવવામાં આવી છે અને તેમાં ઇન્ડોર ક્રિકેટ પીચો પણ ઉપલબ્ધ હશે. ઓલિમ્પિક સાઈઝનો સ્વિમિંગ પૂલ તૈયાર કરવામાં આવ્યો છે અને રમત વિજ્ઞાનને લગતી સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

નિરજ ચોપરાને આપ્યું હતું આમંત્રણ

નવા NCA માટે જમીન 2008માં જ ખરીદવામાં આવી હતી, પરંતુ BCCIના અગાઉના અધિકારીઓએ તેના તરફ નક્કર પગલાં લીધા ન હતા. આ ઉપરાંત BCCI સચિવે બે વખતના ઓલિમ્પિક મેડલ વિજેતા નીરજ ચોપરાને બેંગલુરુ આવવા અને એકેડેમીમાં નવી સુવિધાઓનો આનંદ માણવા પણ વિનંતી કરી હતી.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button