NATIONAL

Poland-Ukraineની મુલાકાતથી પરત ફર્યા PM, દ્વિપક્ષીય મુદ્દાઓ પર થઈ વાતચીત

  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોલેન્ડ અને યુક્રેનની મુલાકાત પૂર્ણ
  • પોલેન્ડ અને યુક્રેનની મુલાકાત બાદ PM મોદી દિલ્હી પર ફર્યા
  • PM મોદ અને  ઝેલેન્સકી વચ્ચે દ્વિપક્ષીય મુદ્દાઓ પર વાત કરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોલેન્ડ અને યુક્રેનની મુલાકાત પૂર્ણ કરીને નવી દિલ્હી પરત ફર્યા છે. પીએમ મોદી પોલેન્ડની મુલાકાત પૂરી કરીને યુક્રેન ગયા હતા. PM મોદ અને યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી સાથે દ્વિપક્ષીય મુદ્દાઓ પર વાત કરી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોલેન્ડ અને યુક્રેનની મુલાકાત પૂર્ણ કરીને નવી દિલ્હી પરત ફર્યા છે. પીએમ મોદીની આ મુલાકાત દરમિયાન પોલેન્ડ અને યુક્રેન સાથે દ્વિપક્ષીય મુદ્દાઓ પર મહત્વપૂર્ણ વાતચીત થઈ હતી. રશિયા અને યુક્રેન વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા યુદ્ધનો અંત આવવાની પણ આશા છે. યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ કહ્યું કે ભારત આ યુદ્ધને ખતમ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે.

PM મોદી યુક્રેનની સાત કલાકની મુલાકાત બાદ શુક્રવારે કિવથી રવાના થયા હતા. આ દરમિયાન, તેમણે રાષ્ટ્રપતિ વોલોડિમિર ઝેલેન્સકી સાથે “અર્થપૂર્ણ વાતચીત” કરી અને રશિયા સાથે ચાલી રહેલા યુદ્ધને સમાપ્ત કરવા માટે વ્યક્તિગત રીતે યોગદાન આપવાની ખાતરી આપી. 

મારી યુક્રેનની મુલાકાત ઐતિહાસિક રહી: PM મોદી

અનેક મીટિંગ્સમાં હાજરી આપ્યા બાદ PM મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર લખ્યું, “મારી યુક્રેનની મુલાકાત ઐતિહાસિક હતી. હું ભારત-યુક્રેન મિત્રતાને વધુ ગાઢ બનાવવાના ઉદ્દેશ્ય સાથે આ મહાન દેશમાં આવ્યો છું. મેં રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી સાથે ફળદાયી વાતચીત કરી. ભારત દ્રઢપણે માને છે કે શાંતિ હંમેશા પ્રવર્તવી જોઈએ. હું યુક્રેનની સરકાર અને લોકોના આતિથ્ય માટે આભાર માનું છું.

પીએમ મોદીએ કિવમાં રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી સાથે વિસ્તૃત વાતચીત કરી અને ચાલી રહેલા સંઘર્ષનો ઉકેલ શોધવા માટે યુક્રેન અને રશિયા વચ્ચે વાતચીતની જરૂરિયાત પર ભાર મૂક્યો અને કહ્યું કે ભારત શાંતિ માટેના તમામ પ્રયાસોમાં સક્રિય ભૂમિકા ભજવવા માટે તૈયાર છે. રશિયાએ 24 ફેબ્રુઆરી, 2022ના રોજ યુક્રેન પર હુમલો કર્યો હતો. ત્યારથી લઈને અત્યાર સુધી બંને દેશો વચ્ચે યુદ્ધ ચાલુ છે. વડાપ્રધાન મોદી શુક્રવારે સવારે સ્પેશિયલ ટ્રેન દ્વારા કિવ પહોંચ્યા હતા.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button