GUJARAT

Prantij પાલિકા દ્વારા સોસાયટી વિસ્તારમાં ડોર ટુ ડોર કચરો લેવામાં અખાડાથી નારાજગી

પ્રાંતિજ નેશનલ હાઈવે-48 ઉપરની ગ્રીન પાર્ક 1,2 સોસાયટીમાં છેલ્લા 10 દિવસથી સફાઇ માટે કોઇના જતુ હોય અને સોસાયટીમાંથી ઘન કચરો લેવા માટે પણ પાલિકાની ગાડીઓના આવતી હોય રહીશોની હાલત કફોડી બની છે.

આ અંગે સોસાયટીના રહીશોની પ્રાંતિજ પાલિકામાં રજૂઆત બાદ પણ કચરો ઉઠાવવા માટે પાલિકામાંથી ગાડી ના આવતા સોસાયટીની મહિલાઓનો ગુસ્સો સાતમા આસમાને પહોંચ્યો હતો. સોસાયટીના રહીશો જણાવી રહ્યા છે કે સફાઇ માટે પણ કોઇના આવતા સફાઇ તો અમે જાતે ઘર આગળ કરી દઈએ છીએ. પણ ભેગો કરેલ કચરો કોઇ લેવા માટેના આવતા ઘર બહાર કચરાની ડોલો ભેગી થઈ છે અને પહેલા તો સોસાયટી બહાર ખુલ્લી કેનાલ હોય ત્યા રહીશો કચરો ફેંકવા જતા હતા. પણ તે પણ પુરી જતા હવે કચરો નાખવો મુશ્કેલ બન્યો છે અને કચરો લેવા માટે પાલિકામાંથી ગાડી ના આવતી હોય હાલ તો રહીશોના ઘર આગળ પાંચથી છ ડોલ ઘન કચરો એકઠો થયો છે અને ઘર આગળ કચરાની ડોલ ભરેલ દુર્ગંધ મારતી પડી રહી છે. રહીશોનુ કહેવુ છેકે અમે પાલિકામા નિયમિત સફાઇ વેરો સહિતના વેરાઓ ભરીએ છીએ. છતાંય પાલિકા દ્રારા અમારી સોસાયટીમા કોઇ સુવિધાઓ પુરી પાડવામા આવતી નથી. સ્ટ્રીટ લાઇટો પણ સોસાયટીના રહીશો દ્વારા જાતે નાંખવામા આવી છે. ત્યારે પાલિકામાં ચીફ્ ઓફ્સિર સમક્ષ સોસાયટીના રહીશો દ્રારા રજૂઆત બાદ અને નિયમિત વેરો ભરવા છતાંય પાલિકા દ્રારા ઘન કચરો નિયમિત રીતે લેવામા ના આવતા રોષની લાગણી વ્યાપી છે. સોસાયટીની મહિલાઓ જણાવ્યુ હતુ કે સોમવાર સુધીમા કચરો લેવા માટે કચરાની ગાડી નહીં આવે તો સોસાયટીની મહિલાઓ ઘર આગળ ભેગો કરેલ કચરો પાલિકામાં જઈને ઠાલવીને વિરોધ નોંધાવશે. ત્યારે હવે જોવુ એ રહ્યુ કે પ્રાંતિજ પાલિકા દ્રારા સોસાયટીના રહીશોના ઘરે એકત્ર થયેલ કચરો ઉઠાવવામા આવશે કે પછી હોતા હે ચલતા હે જેવી સ્થિતિ જોવા મળશે. એ તો હવે જોવુ રહ્યુ.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button