GUJARAT

Rain: મોડાસા તાલુકામાં ભારે વરસાદથી જળબંબાકાર, રસ્તાનું પાણી ખેતરોમાં ઘુસ્યું

  • મોડાસા તાલુકામાં ભારે વરસાદથી જળબંબાકાર
  • વરથુ-મોતીપુરા વચ્ચેના રસ્તામાં પાણી ભરાયા
  • વરસાદી પાણી ભરાતા વાહનચાલકો અટવાયા

હવામાન વિભાગે રાજ્યમાં આજે ભારે વરસાદની આગાહી કરી હતી. આ આગાહીની વચ્ચે રાજ્યમાં અનેક જિલ્લામાં ભારે વરસાદ જોવા મળ્યો હતો. ત્યારે. મોડાસા તાલુકામાં પણ આજે ભારે વરસાદના કારણે જળબંબાકારની અથઇતિ જોવા મળી હતી. મોડાસામાં આજે ધોધમાર વરસાદ જોવા મળ્યો હતો.

મોડાસામાં અનેક રસ્તાઓ પર પણ પાણી ભરાયા

મોડાસા તાલુકામાં આજે ભારે વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી. ત્યારે મોડાસામાં અનેક રસ્તાઓ પર પણ પાણી ભરાયા હોવાનું સામે આવ્યું હતું. મોડાસામાં વરથુ અને મોતીપુરા વચ્ચેના રસ્તાઓ પર પાણી ભરાયા હતા. વરસાદી પાણી ભરાયા હોવાના કારણે રસ્તો બંધ થઈ ગયો હતો.

પાણી વહેતા અવરજવર બંધ થઈ

મોડાસાના વરથુ મોતીપુરા વચ્ચેના વાંઘામાં ભારે પાણી વહેતા અવરજવર બંધ થઈ ગઈ હતી. જેના કારણે વરથુ, મોતીપુરા, ડઘાલીયા, જંબુસર, શણગાલ સહિતના 10 થી વધુ ગામોને અસર પહોંચી હતી. ત્યારે ધંધા રોજગાર કે નોકરી કરી પરત ફરતા વાહન ચાલકો અટવાયા હતા.

મોડાસા પંથકમાં ભારે વરસાદ

વેલાણીયા વાંઘાનું પાણી ખેતરોમાં ઘુસ્યું હોવાનું સામે આવ્યું હતું. મોડાસા પંથકમાં ભારે વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી. રાજ્યમાં અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ જોવા મળ્યો હતો. જેને લઈને અનેક જગ્યા પર પાણી ભરાયા હોવાનું પણ સામે આવ્યું હતું.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button