GUJARAT

Surat: જિલ્લામાં ફરી વરસાદી માહોલ, બારડોલી નગર અને આસપાસના તાલુકામાં વરસાદ

રાજ્યમાં ચોમાસું હવે વિદાય લેવાના મૂડમાં છે, ત્યારે દક્ષિણ ગુજરાતમાં ફરી વરસાદી માહોલ જોવા મળ્યો છે. દક્ષિણ ગુજરાતના સુરત જિલ્લામાં ફરી વરસાદે ઈનિંગ શરૂ કરી છે અને અનેક વિસ્તારમાં વરસાદ વરસ્યો છે.

બારડોલી નગર અને આસપાસના તાલુકામાં વરસાદ વરસ્યો

સુરત જિલ્લાના બારડોલી નગર અને આસપાસના તાલુકામાં વરસાદ વરસ્યો છે. બારડોલીના સ્ટેશન વિસ્તાર, ગાંધી રોડ, શાસ્ત્રી રોડ, બાબેન ગામમાં વરસાદ વરસ્યો છે. આ સાથે જ તેન ગામ, આફવા સહિતના ગામોમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે. જો કે થોડા દિવસના વિરામ બાદ ફરી વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

સવારે નવસારી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ

તમને જણાવી દઈએ કે આજે સવારે નવસારી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ વરસ્યો હતો તો ચીખલીમાં તેની વિપરીત ધોધમાર વરસાદ જોવા મળ્યો હતો. જેને પગલે લોકોને ગરમીમાંથી થોડી રાહત મળી હતી. આ સાથે જ ગઈકાલે મોડી સાંજે અરવલ્લીના માલપુરમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. અરવલ્લીના અણિયોર, અણિયોર, કંપા, ઉભરાણ, સજ્જનપુરામાં વરસાદ વરસ્યો હતો.

આગામી 2 દિવસ વરસાદને લઈને હવામાન વિભાગે કરી આગાહી

વરસાદને લઈને રાજ્યના હવામાન વિભાગે પણ આગાહી વ્યક્ત કરતા જણાવ્યું કે રાજ્યમાં સામાન્ય વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે અને આગામી 2 દિવસ વરસાદી ઝાપટા અનેક વિસ્તારમાં જોવા મળશે. આગામી 2 દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદી ઝાપટા વરસવાની શક્યતાઓ છે. તમને જણાવી દઈએ કે રાજ્યમાં 1 જૂનથી 18 સપ્ટેમ્બર સુધીમાં 44 ટકા વધુ વરસાદ નોંધાયો છે. બીજી તરફ રાજ્યમાં હાલમાં લોકોને ભાદરવા મહિનામાં ઉકળાટ સહન કરવો પડી શકે છે. અમદાવાદ શહેરમાં 32 ડિગ્રી તાપમાન નોંધાઈ ચૂક્યુ છે અને રાજ્યમાં 34થી 35 ડિગ્રી સુધી તાપમાન રહેવાની શક્યતા છે.

ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદે તારાજી સર્જી

આ વર્ષે વરસાદે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ તારાજી સર્જી હતી અને ભારે વરસાદને પગલે રાજ્યના અનેક જળાશયો અને ડેમ પાણીથી છલોછલ ભરાયા છે અને અનેક વિસ્તારમાં નદીઓ ગાંડીતૂર બનતા પૂરની સ્થિતિ પણ સર્જાઈ હતી. ત્યારે ભારે વરસાદ રાજ્યમાં વરસવાથી આ વર્ષે નાગરિકોને પીવાનું પાણી મેળવવામાં ફાંફા નહીં મારવા પડે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button