GUJARAT

Rajkot: લો બોલો, 12 પાસ અનિલ મારૂને ચીફ ઓફિસર બનાવી દેવાયા

  • લાંચીયા અનિલ મારૂની ભરતી શંકાના દાયરામાં
  • 12 પાસ અનિલ મારૂને ચીફ ઓફિસર બનાવી દેવાયા
  • અનિલ મારૂની ક્લાસ-1 ઓફિસર તરીકે નિમણૂંક કરાઇ

રાજકોટ ચીફ ફાયર ઓફિસરની ભરતી શંકાના દાયરા આવી છે. જેમાં લાંચીયા અનિલ મારૂની ભરતી શંકાના દાયરામાં છે. તેમાં ધોરણ 12 પાસ અનીલ મારૂને ચીફ ઓફિસર બનાવી દેવાયા છે. તેમાં અનિલ મારૂની ક્લાસ-1 ઓફિસર તરીકે નિમણૂંક કરાઇ છે. ત્યારે રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ બાદ અનીલ મારૂ લાંચ લેતા ઝડપાયા હતા.

50 હજારની લાંચ કોણ આપી ગયું તે બાબતે મારૂએ હજુ મોઢુ ખોલ્યું નથી

રાજકોટ મહાનગરપાલિકાના ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર અનિલ મારૂ અગાઉ જ્યારે રૂપિયા 1.80 લાખની લાંચ લેતા પકડાયા તે જ દિવસે તેણે બીજા એક અરજદાર પાસેથી પણ રૂપિયા 50 હજારની લાંચ લીધી હતી. આ અરજદારની ઓળખ મેળવવા એસીબી મથી રહી છે. બે દિવસ પહેલા મારૂને તેની ઓફિસમાંથી જ એસીબીએ ફાયર એનઓસીના બદલામાં રૂપિયા 1.80 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપી લીધા હતા. તે વખતે મારૂ પાસેથી રૂપિયા 1.80 લાખ સિવાય વધારાના રુપિયા 50 હજાર પણ મળ્યા હતા. જે રકમ પણ લાંચની હોવાનું એસીબીની તપાસમાં બહાર આવ્યું છે. જો કે આ 50 હજારની લાંચ કોણ આપી ગયું તે બાબતે મારૂએ હજુ મોઢુ ખોલ્યું નથી.

આજ સુધી આ બાબતે કોઇ નક્કર માહિતી મળી નથી

આ રકમ કોણ આપી ગયું તે યાદ નહીં હોવાની વાત કરી રહ્યો છે. એસીબીએ મારૂને સાથે રાખી તેનો રાજકોટની એફએસએલમાં વોઇસ સ્પેક્ટ્રોગ્રાફી ટેસ્ટ પણ કરાવ્યો હતો. જે પૂરાવા માટે કરાવાયાનું એસીબીના અધિકારીઓએ જણાવ્યું હતું. જે અરજદાર પાસેથી મારૂ રૂપિયા 1.80 લાખની લાંચ લેતા પકડાયા તે જ અરજદાર પાસેથી તેણે ગઇ તા.૩૦ના રોજ પણ પોતાની જ ઓફિસમાં રૂ.1.20 લાખની લાંચ લીધી હતી. આ રકમ કયાં ગઇ તે બાબતે પણ મારૂએ હજુ મોઢુ ખોલ્યું નથી. એસીબી મારૂએ પોતાના ટૂંકા કાર્યકાળ દરમિયાન ઇસ્યુ કરેલા કેટલા એનઓસીમાં લાંચ લીધી હતી તે દિશામાં પણ તપાસ કરી રહી છે. પરંતુ આજ સુધી આ બાબતે કોઇ નક્કર માહિતી મળી નથી. 


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button