અફઘાનિસ્તાન અને ઝિમ્બાબ્વે વચ્ચે ટેસ્ટ સિરીઝની બીજી મેચ રમાઈ રહી છે. આ સ્પર્ધા ખૂબ જ રોમાંચક પોઈન્ટ પર પહોંચી છે. બુલાવાયો ટેસ્ટના ચોથા દિવસે રમતના અંત સુધીમાં ઝિમ્બાબ્વેએ બીજા દાવમાં 205 રન બનાવ્યા હતા. ઝિમ્બાબ્વેએ 8 વિકેટ ગુમાવી છે.
ઝિમ્બાબ્વેને જીતવા માટે 73 રનની જરૂર છે. બીજી તરફ અફઘાનિસ્તાનને જીતવા માટે 2 વિકેટની જરૂર છે. રાશિદ ખાને આ મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેને 10 વિકેટ લીધી છે.
રહમત શાહ અને ઈસ્મત આલમે ફટકારી સદી
અફઘાનિસ્તાનની ટીમ પ્રથમ દાવમાં 157 રનના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ હતી. પરંતુ તેને બીજા દાવમાં પોતાની તાકાત દેખાડી અને 363 રન બનાવ્યા. આ દરમિયાન રહમત શાહે સદી ફટકારી હતી. તેને 139 રન બનાવ્યા હતા. રહમતે પણ 14 ચોગ્ગા ફટકાર્યા હતા. ઈસ્મત આલમે પણ સદી ફટકારી હતી. તેને 101 રન બનાવ્યા હતા. આની સાથે રાશિદ ખાને અફઘાનિસ્તાન સામે મહત્વની ભૂમિકા ભજવી છે. તે અત્યાર સુધી બોલર તરીકે અજાયબી કરતો જોવા મળ્યો છે.
રાશિદે બુલાવાયો ટેસ્ટમાં ઝડપી 10 વિકેટ
રાશિદ ખાને અફઘાનિસ્તાન માટે મહત્વની ભૂમિકા ભજવી છે. તેને ઝિમ્બાબ્વેની પ્રથમ ઈનિંગ દરમિયાન 4 વિકેટ ઝડપી હતી. રાશિદે 27.3 ઓવરમાં 94 રન આપ્યા હતા. આ ઈનિંગમાં ઝિમ્બાબ્વેની ટીમ 243 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. રાશિદે ઝિમ્બાબ્વેની બીજી ઈનિંગમાં પણ અજાયબીઓ કરી હતી. ચોથા દિવસની રમતના અંત સુધીમાં તેને 6 વિકેટ ઝડપી હતી. આ રીતે તેની 10 વિકેટ પૂરી થઈ ગઈ.
રોમાંચક વળાંક પર પહોંચી ટેસ્ટ મેચ
અફઘાનિસ્તાને જીતવા માટે 2 વિકેટ લેવી પડશે. ચોથા દિવસ સુધીમાં ઝિમ્બાબ્વેએ બીજા દાવમાં 205 રન બનાવી લીધા હતા. બીજી તરફ ઝિમ્બાબ્વેને જીતવા માટે 73 રનની જરૂર છે. કેપ્ટન ક્રેગ એર્વિન અડધી સદી ફટકાર્યા બાદ અણનમ છે. તેને 53 રન બનાવ્યા છે.
Source link