GUJARAT

Ahmedabadના પોશ વિસ્તારોમાં પડયા ખાડા, વાંચો Special Story

  • અમદાવાદમાં વરસાદ બાદ ઠેર ઠેર ખાડારાજ
  • શિવરંજની અને હેલમેટ ચાર રસ્તા પર ખાડારાજ
  • શ્યામલ ચાર રસ્તા તરફ જ્યાં જુઓ ત્યાં ખાડા

અમદાવાદ શહેરમાં વરસાદ બાદ અને વરસાદ પહેલા રોડની હાલત અત્યંત દયનીય બની છે,ખાડા પુરાયા હતા તે પણ વરસાદમાં ધોવાઈ ગયા છે,અમદાવાદના પોશ વિસ્તાર એવા સેટેલાઈટ અને શિવરંજની ચાર રસ્તા પાસે રોડ જાણે બેસી ગયો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે,રોડ પર જોવા મળ્યા માત્ર ખાડા જ ખાડા,જેના કારણે વાહનચાલકો પરેશાન થયા છે.

રોડ ખૂબ જ ખરાબ છે : વાહનચાલક

સંદેશ ન્યૂઝની ટીમ દ્રારા જયારે રોડને લઈ વાહનચાલકોને પૂછવામાં આવ્યું ત્યારે તેમનું કહેવું છે કે,જયારે રોડ પરથી નિકળીએ ત્યારે લાગે છે કે રોડ ડાન્સિંગ કરી રહ્યો છે,સાથે સાતે રોડ પર ખાડા હોવાથી ટ્રાફિકજામની સમસ્યા પણ સર્જાય છે,કોર્પોરેશને ટેન્ડર આપતા પહેલા વિચારવું જોઈએ કે સારા કોન્ટ્રાકટરને ટેન્ડર આપીએ આવો આક્ષેપ વાહનચાલકોએ લગાવ્યો હતો,વધુમાં વાહનચાલકોનું કહેવું છે કે,અધિકારીઓને જેલમાં પુરવા જોઈએ.

ખરાબ રોડને લઈ વાહનચાલકો હેરાન

જો તમારે શિવરંજની ચાર રસ્તા, હેલ્મેટ ચાર રસ્તા, કે શ્યામલ ચાર રસ્તા તરફ જઉં હોય તો પસાર ના થતા,કેમકે આ રોડ ઉપર માત્ર ખાડા જ ખાડા છે,સમગ્રરોડ પર કપચીઓ ઉખડી ગઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે,ખાડાના કારણે પિકઅવર્સમાં અડધોથી પોણો કિમી જેટલો ટ્રાફિક જામ થાય છે.વાહનચાલકોનું કહેવું છે કે,અધિકારીઓએ એસી ચેમ્બર છોડીને બહાર આવવું જોઈએ તો ખબર પડશે કે કેવી સ્થિતિનું નિર્માણ થયું છે.

1470 કરોડ રોડ માટે ફાળવ્યા

મુખ્યમંત્રીભૂપેન્દ્ર પટેલે આ સંદર્ભમાં ઔદ્યોગિક વિસ્તારો અને ક્વોરી વિસ્તારોને જોડતા કુલ ૬૮૮ કિલોમીટરના ૬૫ માર્ગો માટે આ ૧૪૭૦ કરોડ રૂપિયા ફાળવવાની સૈદ્ધાંતિક અનુમતિ આપી છે.આ ફાળવણી અન્વયે ૮૩ કિલોમીટર માર્ગોને ફોર લેન સુધી પહોળા કરવામાં આવશે તેમજ ૧૭૩ કિલોમીટર રસ્તાની લંબાઈ ૧૦ મીટર સુધી પહોળી કરાશે.આ કામ સાથોસાથ ૪૩૨ કિલોમીટર લંબાઈનું મજબૂતીકરણ-સ્ટ્રેન્‍ધનીંગ કરાશે તેમજ પૂલ/ક્રોસ ડ્રેનેજ સ્ટ્રક્ચર્સના જરૂરી મજબૂતીકરણ તથા વાઈડનીંગ કરવામાં આવશે. વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટ્સ તૈયાર થયા પછી જરૂરિયાત જણાયે આ રસ્તાઓ પર ફ્લાય ઓવર પણ કરાશે.

ગ્રામ્યના રોડ પણ મજબૂત થશે

ક્વૉરી વિસ્તારના અને ઉધોગોને જોડતા ગ્રામ્ય માર્ગો પણ વધુ મજબૂતીકરણની તેમજ વાઇડનીંગની જરૂરિયાત ધરાવતા હોય છે, તે બાબતને પણ ધ્યાને રાખવામાં આવેલ છે.મુખ્યમંત્રીએ માર્ગ અને મકાન વિભાગને રાજ્યના દરેક વિસ્તારના ઔદ્યોગિક અને ક્વૉરી વિસ્તારોને જોડતા રસ્તાઓને ધ્યાનમાં લઈને ઉત્તર, મધ્ય, દક્ષિણ, કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તારોના સર્વાંગી વિકાસની વ્યૂહરચના અનુસાર રસ્તાઓ આવરી લેવા દિશા નિર્દેશ આપ્યા છે.આ આયોજન પ્રવર્તમાન સમયની જરૂરિયાતોને પૂર્ણ કરવા સાથે ઉદ્યોગ અને ક્વૉરી વિસ્તારની અને તેને જોડતા રસ્તાઓના ગામો, નગરો, શહેરોની ભવિષ્યલક્ષી જરૂરિયાતોની પણ આપૂર્તિ કરશે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button