BUSINESS

Business: મિડ કેપ-સ્મોલ કેપનું આકર્ષણ વધતાં નિફ્ટી 50માં રિટેલ ઇન્વેસ્ટર્સનો હિસ્સો ઘટયો

  • નિફ્ટી કંપનીઓમાં સંસ્થાકીય હિસ્સામાં પણ 2001 બાદથી મોટો ઘટાડો
  • નિફ્ટી કંપનીઓમાં રિટેલ ઈન્વેસ્ટર્સનું રોકાણ છેલ્લા 22 વર્ષોમાં સૌથી નીચા સ્તરે
  • નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઈ)ના ડેટામાં જણાવવામાં આવ્યું હતું

રિટેલ રોકાણકારોના પોર્ટફોલિયોમાં નિફ્ટી 50ની કંપનીઓનો હિસ્સો છેલ્લા 22 વર્ષમાં સૌથી નીચે છે. 30 જૂનના રોજ આ પ્રમાણ ઘટીને 36.8 ટકા થઈ ગયું છે.

ઉપરાંત માર્ચ 2001 બાદથી નિફ્ટી કંપનીઓમાં કુલ ઇન્સ્ટિટયૂશનલ હોલ્ડિંગ્સમાં પણ મોટો ઘટાડો થયો છે. જે હિસ્સો 30 જૂનના રોજ 60 ટકા હોવાનું નોંધવામાં આવ્યું હતું, એમ નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઈ)ના ડેટામાં જણાવવામાં આવ્યું હતું. રોકાણનું આ સમીકરણ બદલાવવાનું મુખ્ય કારણ રોકાણકારોમાં મિડ-કેપ અને સ્મોલ-કેપ કંપનીઓમાં રોકાણ પ્રત્યેનું વધેલું આકર્ષણ છે. કેમ કે, હાલ માર્કેટમાં મિડ-કેપ અને સ્મોલ-કેપ કંપનીઓમાં રોકાણ ઈન્વેસ્ટર્સને સૌથી વધુ વળતર કમાઈને આપે છે. કોરોના મહામારી આ સેગમેન્ટ રોકાણકારોને આકર્ષિત કરવામાં સૌથી વધુ સફળ રહ્યું છે. બેન્ચમાર્ક નિફ્ટીમાં છેલ્લા પાંચ વર્ષમાં 122 ટકાનો વધારો થયો છે. જો તેને વાર્ષિક રિટર્નના પ્રમાણમાં ગણવામાં આવે તો આ અંગેની ટકાવારી વાર્ષિક ધોરણે 24 ટકા થાય છે. આ સમયગાળા દરમ્યાન બીએસઈ ઈન્ડેક્સમાં પણ 250 ટકાથી 350 ટકાનો વધારો થયો છે. આ બમ્પર વળતરને કારણે રોકાણકારો મિડ-કેપ અને સ્મોલ-કેપ સ્ટોક્સમાં રોકાણ કરવા તરફ સીધી રીતે તેમજ મ્યુચ્યુઅલ ફંડના માધ્યમથી આકર્ષિત થયા છે.

રોકાણના સમીકરણો બદલાયા

* 30 જૂનની સ્થિતિમાં નિફ્ટી 50 કંપનીઓમાં વ્યક્તિગત રોકાણ પોર્ટફોલિયોમાં 36.8 ટકાનો ઘટાડો

* નિફ્ટીમાં છેલ્લા પાંચ વર્ષમાં 122 ટકાનો જ્યારે બીએસઈમાં 250 ટકાથી 350 ટકાનો વધારો નોંધાયો


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button