ENTERTAINMENT

‘સબ કહતે હૈ તુને મુજકો દિલ દિયા…’,અમિતાભ બચ્ચને રેખા માટે કર્યો ખુલાસો

અમિતાભ બચ્ચન દ્વારા હોસ્ટ કરવામાં આવતા ક્વિઝ આધારિત રિયાલિટી શો ‘કૌન બનેગા કરોડપતિ 16’માં ટૂંક સમયમાં સિંગર્સ સોનુ નિગમ અને શ્રેયા ઘોષાલ જોવા મળશે. તેઓ આજના એટલે કે શુક્રવાર (20 સપ્ટેમ્બર)ના એપિસોડમાં અમિતાભ સાથે જોડાશે. સોની ટીવીએ ખાસ એપિસોડ પ્રોમો શેર કર્યા છે. એક પ્રોમોમાં અમિતાભ 1979ની ફિલ્મ મિસ્ટર નટવરલાલનું ગીત ‘પરદેશિયા’ ગાતા જોવા મળે છે. આ પ્રોમોએ દર્શકોની ઉત્તેજના વધારી દીધી છે.

ગીતમાં રેખા અને અમિતાભ બચ્ચનની જોરદાર કેમેસ્ટ્રી

પ્રોમોમાં શ્રેયા “પરદેશ યે સચ હૈ પિયા” લાઇન ગાવાનું શરૂ કરે છે ત્યાર બાદ બાદ સોનુ નિગમ ગાય છે અને પછી અમિતાભની સામે માઈક મૂકે છે. બિગ બી ગાય છે ‘સબ કહતે હૈ તુને મુઝસે દિલ દે દિયા.’ આ ગીતમાં રેખા અને અમિતાભ બચ્ચનની જોરદાર કેમેસ્ટ્રી જોવા મળી રહી છે. લોકો પણ આ અંગે જોરદાર કમેન્ટ કરતા જોવા મળી રહ્યા છે.

લોકોએ આપી આ પ્રતિક્રિયા

પ્રોમોએ દર્શકોમાં પહેલેથી જ ઉત્તેજના પેદા કરી દીધી છે. એક કોમેન્ટમાં લખ્યું છે કે, રાહ નથી જોઈ શકતો. એક ટિપ્પણી છે કે, હું આ એપિસોડ માટે ખૂબ જ ઉત્સાહિત છું. એક પ્રશંસકે લખ્યું હતું કે, ‘વાહ, આ અદ્ભુત કેબીસી એપિસોડ જોવાની મજા આવશે. બીજા પ્રોમોમાં અમિતાભ સોનુ અને શ્રેયાનો દર્શકો સમક્ષ પરિચય કરાવે છે. તેઓ મૈં હૂં નાનું ‘કિસકા હૈ યે તુમકો’ ગીત પણ ગાય છે. ચાહકો માત્ર અમિતાભના ગીત માટે ઉત્સાહિત નથી પણ વિડીયો પરની ટિપ્પણીમાં સોનુના સંગીતમય સ્પર્શની પણ રાહ જોઈ રહ્યા છે.

અમિતાભ બચ્ચન માત્ર એક મહાન અભિનેતા જ નથી પરંતુ તેમણે રંગ બરસે, મેરે આંગને મેં, એકલા ચલો રે અને અતરંગી યારી જેવા ગીતોને પણ પોતાનો અવાજ આપ્યો છે. સોનુ નિગમ અને શ્રેયા ઘોષાલ સાથેનો KBC એપિસોડ રાત્રે 9 વાગ્યે પ્રસારિત થશે.




Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button