સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો થયો છે.ઉપરવાસમાંથી 95394 ક્યુસેક પાણીની આવક નોંધાતા ડેમની જળ સપાટીમાં 8 સેમીનો વધારો થયો છે.છેલ્લા 24 કલાકમાં 8 સેમીનો વધારો થયો છે.નર્મદા ડેમની જળ સપાટી 137.81 મીટર પર પહોંચી છે.નર્મદા ડેમની મહત્તમ જળ સપાટી 138.68 મીટર છે,નર્મદા નદીમાં કુલ 64476 ક્યુસેક પાણીની જાવક નોંધાઈ છે તો નર્મદા ડેમનો 1 દરવાજા 0.70 મીટર ખુલ્લો કરાયો છે.
નર્મદા ડેમ મહત્તમ સપાટીથી માત્ર 95 સેમી દૂર
સરદાર સરોવર નર્મદા બંધના ઉપરવાસમાંથી હાલ 69,738 ક્યૂસેક પાણીની આવક થઇ રહી છે. જેમાં RBPH, CHPH હાલ પાણી ખર્ચ કરે છે. નર્મદા ડેમના 1 ગેટ 1.35 મીટરથી ખુલ્લો મુકવામાં આવ્યો છે. નદીમાં કુલ 69,228 ક્યૂસેક પાણી નર્મદામાં છોડવામાં આવે છે. હવે વધુ પાણીની આવક થાય એવી શક્યતાઓ નથી. સરદાર સરોવર નર્મદા ડેમ મહત્તમ સપાટીથી માત્ર 95 સેમી દૂર સપાટી 137.73 મીટર પર સ્થિર છે.
સરદાર સરોવર નર્મદામાં 95 ટકા જળસંગ્રહ
ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાં બે વર્ષ ચાલે એટલો પાણીનો જથ્થો આવી ચૂક્યો છે. હાલ સરદાર સરોવરમાં 90 ટકા જળસંગ્રહ થઈ ચૂક્યો છે. તેમજ ઉપરવાસમાંથી હજુ પણ પાણીની આવક થવાની શક્યતાના પગલે નર્મદા ડેમ પણ નજીકના દિવસોમાં ઓવરફ્લો થવાની પૂરી શક્યતા છે. નર્મદા ડેમમાં રાજ્યના 173 શહેર અને 9490 ગામના અંદાજે 2.90 કરોડ લોકોને પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે. આ ઉપરાંત રાજ્યના 18.45 લાખ હેકટરમાં સિંચાઈ માટે પણ પાણી પૂરું પાડવામાં આવે છે.
23 સપ્ટે.બંગાળની ખાડીમાં સાયકલોનિક સર્ક્યુલેશન બનશે
23 સપ્ટે.બંગાળની ખાડીમાં સાયકલોનિક સર્ક્યુલેશન બનશે. સર્ક્યુલેશન બનવાને કારણે ગુજરાતમાં વરસાદની આગાહી છે. રાજ્યના 10 જિલ્લામાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. સૌરાષ્ટ્રના ત્રણ, તો દક્ષિણ ગુજરાતના સાત જિલ્લાના છુટાછવાયા સ્થળો પર હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે. સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર જિલ્લાના છુટાછવાયા વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. તો સંઘ પ્રદેશ દીવ,દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદની આગાહી છે.
Source link