GUJARAT

Sayla: શ્રાવણી ભેટઃ સાયલામાં નવસર્જન થયેલો બગીચો ગ્રામજનોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો

  • બાગને સાયલાની સ્થાપના કરનાર રાજવીનું નામકરણ કરાયું
  • એલઇડી લાઇટો માટે સ્થાનિક ધારાસભ્ય કિરીટસિંહ રાણાએ ગ્રાન્ટ ફાળવી હતી
  • ભગતના ગામ એવા સાયલાના બાગના નવનિર્માણ સાથે નામકરણનો કાર્યક્રમ

સાયલા ગામમાં નવી ગ્રામ પંચાયત કચેરી સામે આવેલ એક માત્ર બાગ જાળવણીના અભાવે વર્ષોથી વિરાન હાલતમાં પડેલો જોતા ગ્રામજનોની માંગણીને લઇ સરપંચ તથા તેમના સભ્યો ની ટીમે તેને એકાદ વર્ષ પહેલાં નવપલ્લિત કરવાનો સંકલ્પ કર્યો હતો. પંચાયતની ઉત્સાહી ટીમે ગામના બાળકો,વડીલો સહિત ગ્રામજનોને મનોરંજન માટે બગીચા રૂપે એક નવું સ્થળ મળી શકે તે માટે પ્રયત્નો હાથ ધરતા આખરે યુવા સદસ્યોની મહેનત રંગ લાવી હતી અને એકદમ નવા આકર્ષક તેમજ આધુનિક સ્વરૂપે ઉદ્યાન તૈયાર થવા પામ્યું છે.

ગામના બગીચાને નવેસરથી નવપલ્લિત કરવામાં પંચાયતની યુવા ટીમે પ્રારંભ કરેલ કામગીરીમાં સરકારની મનરેગા યોજનાની ગ્રાન્ટમાંથી માટીકામ, વૃક્ષારોપણ, પેવર બ્લોક, ફૂવારો સહિતની સુવિધાઓનું નિર્માણ કરાયું છે. જ્યારે એલઇડી લાઇટો માટે સ્થાનિક ધારાસભ્ય કિરીટસિંહ રાણાએ ગ્રાન્ટ ફાળવી હતી. બાળકોના રમત ગમતના સાધનો માટે દાતાઓ દ્વારા પાંચેક લાખ રૂપિયાનું અનુદાન મળતા હીંચકા, લપસણીનો બાળકો આનંદ લઇ શકશે. આ ઉદ્યાનને નવપલ્લિત કરવાના કાર્યમાં સરપંચ અજયરાજસિંહ ઝાલા, ઉપસરપંચ મહિપતસિંહ ચાવડા, હરપાલસિંહ જાડેજા, વિરસંગભાઇ અઘારા, લાલભા ડોડીયા સહિતના સદસ્યોની મહેનતથી તૈયાર થયેલ બાગને આશરે પોણા ત્રણસો વર્ષ પહેલા ગામની સ્થાપના કરનારા પ્રથમ રાજવી મહારાજ શેષમલજીનું નામ અપાયું છે. ત્યારે રવિવારના રોજ સંતો, રાજવીઓ, મહાનુભાવોની ઉપસ્થિતિમાં નામકરણનો કાર્યક્રમ યોજાયો હતો.

સાયલા : ભગતના ગામ એવા સાયલાના બાગના નવનિર્માણ સાથે નામકરણનો કાર્યક્રમ રવિવારે યોજાયો હતો. રાજ્યસભાના સાંસદ એવમ વાંકાનેર રાજવી કેસરીદેવસિંહ ઝાલા, લાલજી મહારાજની જગ્યા મંદિરના પ્રતિનિધિ, ઝાલાવાડ ક્ષત્રિય સમાજના પ્રમુખ રુદ્રદતસિંહ ઝાલા, ધારાસભ્ય કિરીટસિંહ રાણા સહિતના મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિમાં નવનિર્મિત પરિસરનું શેષમલજી બાગ નામકરણ કરાયું હતું. આ પ્રસંગે પંચાયતના સરપંચ તેમજ સદસ્યોની કામગીરીને બિરદાવવામાં આવી હતી.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button