ENTERTAINMENT

ShahRukh Khanનો લોકપ્રિય સિગ્નેચર પોઝની શરૂઆત કેવી રીતે થઈ?કિંગ ખાને કર્યો ખુલાસો

  • શાહરૂખ ખાને તેમના સિગ્નેચર પોઝ પાછળની સમગ્ર કહાની બતાવી
  • સરોજ ખાને શાહરૂખ ખાનથી હાથ ફેલાવાનું કહ્યુંને સિગ્નેચર પોઝની થઈ શરૂઆત
  • શાહરૂખ ખાનને Pardo Alla Carriera એવોર્ડથી સન્માનિત કરાયો

લોકાર્નો ફિલ્મ ફેસ્ટિવલમાં એક ચાહકે શાહરૂખ ખાનને પૂછ્યું કે, તેમનો સિગ્નેચર પોઝની અસ્તિત્વમાં કેવી રીતે આવ્યો? આના જવાબમાં સુપરસ્ટારે કહ્યું કે, 90ના દાયકામાં દરેક અભિનેતા પાસેથી અપેક્ષા રાખવામાં આવતી હતી કે તે ડિપ (એક ડાન્સ સ્ટેપ) કરતા આવડવું જોઈએ. આ સાથે શાહરૂખ ખાને જણાવ્યું કે, તેનો સિગ્નેચર પોઝ કેવી રીતે અસ્તિત્વમાં આવ્યો.

શાહરૂખ ખાને એક રમુજી કિસ્સો શેર કર્યો

કિંગ ખાને ખુલાસો કર્યો હતો કે, સરોજ ખાને તેના એક ગીતની કોરિયોગ્રાફી કરી હતી. સરોજ ખાને (દીપ) ડાન્સ સ્ટેપ્સ શીખડાવ્યો હતો, આ ડાન્સ સ્ટેપ્સ તે યોગ્ય રીતે કરી શકતો ન હતો. શાહરૂખ ખાને કહ્યું, હું ડાન્સ સ્ટેપ્સ કરી શકતો ન હતો અને મને ખૂબ જ શરમ અનુભવતી હતી. મેં આખી રાત ડાન્સ સ્ટેપ્સની પ્રેક્ટિસ કરી. હું સવારે (સેટ) પર પહોંચ્યો અને મને યાદ છે કે કોરિયોગ્રાફર સરોજજી હતા. મેં કહ્યું- મેડમ તૈયાર છે? તેણે કહ્યું- હા, જો તમે સ્ટેપ્સ ના કરી શકતા હોય તો ઉભા રહીને તમારા હાથ ફેલાવો. મેં કહ્યું, પણ મેડમ, હું આ કરી શકું છું. તેઓએ કહ્યું ના, ના, આપણે તેની જરૂર નથી. તે તમારા પર સારો નથી લાગતો. આ પછી મેં મારા હાથ ફેલાવ્યા હતા.

‘હું તો તમારા બધા સાથે મજાક કરી રહ્યો છું’

કિંગ ખાને આગળ કહ્યું કે, ‘હું ફરીથી બીજા સેટમાં ગયો અને ફરીથી તે મારા માટે થોડું મુશ્કેલ હતું. મેં કોરિયોગ્રાફરને પૂછ્યું, શું આપણે તેને દૂર કરી શકીએ? શું હું ફક્ત મારા હાથ ફેલાવી શકું? પછી મારે તેને વધુ લાગણીપૂર્વક કરવાનું હતું અને પછી મેં તેને સિગ્નેચર બનાવ્યો. હું તો તમારા બધા સાથે મજાક કરી રહ્યો છું. એમાં કશું જ નથી. માત્ર મારા હાથ ફેલાવું છું. નોંધનીય છેકે, લોકર્નો ફિલ્મ ફેસ્ટિવલમાં શાહરૂખ ખાનને Pardo Alla Carriera એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો હતો. આ ફેસ્ટિવલ શનિવારે સ્વિત્ઝર્લેન્ડમાં યોજાયો હતો.

આ ફિલ્મમાં નજર આવશે શારૂખાન ખાન

શાહરૂખ ખાન છેલ્લે રાજકુમાર હિરાનીની ફિલ્મ ‘ડિંકી’માં જોવા મળ્યો હતો. એવી ચર્ચા છે કે તે ટૂંક સમયમાં સુજોય ઘોષ દ્વારા નિર્મિત ફિલ્મ ‘કિંગ’માં જોવા મળશે. આ ફિલ્મમાં શાહરૂખ ખાન તેની પુત્રી સુહાના ખાન સાથે પહેલીવાર સ્ક્રીન શેર કરી શકે છે.




Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button