1 લી જાન્યુઆરીએ નવા વર્ષની શરૂઆતમાં માર્કેટમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો. શેર માર્કેટમાં સેન્સેક્સ વધારા સાથે જ્યારે નિફ્ટી ઘટાડા સાથે ખૂલ્યો હતો. સવારે 9.30 કલાકની સ્થિતિ વિશે વાત કરીએ તો, સેન્સેક્સ 18.21 પોઇન્ટના નજીવા વધારા સાથે 78,157 અંક પર ખૂલ્યો થયો હતો. જ્યારે નિફ્ટી 0.55 પોઇન્ટના નજીવા ઘટાડા સાથે 3,644 અંક પર ખૂલ્યો હતો. ત્યારબાદની સ્થિતિ જોઇએ તો સેન્સેક્સ ફરી એકવાર લાલ નિશાનમાં ટ્રેડ કરતુ જોવા મળ્યુ.
નવા વર્ષમાં માર્કેટ લાલ નિશાનમાં
યુએસ બોન્ડ યીલ્ડ (યુ.એસ. ટ્રેઝરી)માં વૃદ્ધિએ ઊભરતાં શેરબજારો પર નકારાત્મક અસર કરી છે. જેના કારણે વિદેશી રોકાણકારો આ બજારોમાંથી નાણાં ઉપાડી રહ્યા છે. શેરબજારના 13માંથી 10 મુખ્ય ક્ષેત્રો ઘટાડા સાથે ખુલ્યા હતા.
નવા વર્ષ 2025માં યુએસ વ્યાજદરમાં ઓછા વારંવારના ઘટાડાના સંકેતો અને યુએસ ટ્રેઝરી યીલ્ડમાં વધારો થવાથી યુએસ ડોલર મજબૂત બન્યો છે, જેણે ભારત જેવા ઉભરતા બજારોમાંથી વિદેશી પ્રવાહને વેગ આપ્યો છે.
બેન્ચમાર્ક નિફ્ટી અને સેન્સેક્સ સૂચકાંકો 2024 ના પ્રથમ થોડા મહિનામાં રેકોર્ડ ઉચ્ચ સ્તરે પહોંચ્યા હતા. જો કે, કંપનીઓના નબળા ત્રિમાસિક પરિણામો અને વિદેશી રોકાણકારો દ્વારા વેચાણને કારણે બજારનો વાર્ષિક લાભ લગભગ 8.5% જેટલો ઘટ્યો હતો અને શેરને કરેક્શનમાં પણ ધકેલ્યો હતો. ,
Source link