GUJARAT

Ahmedabadવંદેભારત ટ્રેનમાં શહેબાજે હર્ષિત બની ચોરી કરી : નકલી આધાર કાર્ડ મળ્યું

હાલમાં વંદેભારત જેવી પોશ ટ્રેનમાં એક પ્રવાસીની ટ્રોલીબેગની ચોરી કરવાનુ એક યુવકને ભારે પડી ગયુ છે. ચોરી કરતા ઝડપાયેલા યુવાનની પુછપરછમાં ચોંકાવનારી માહીતી બહાર આવી છે.

જેમાં હર્ષિત બનેલા શહેબાજે ડોમેસ્ટીક ફલાઈટ અને ટ્રેનમાં નકલી આધારકાર્ડ પર ત્રણ-ત્રણ વાર મુસાફરી કર્યાનો ઘટસ્ફોટ રેલ્વે પોલીસની તપાસમાં થયો છે. શહેબાજે વંદેભારત ટ્રેનમાં ચોરી કરવાની ભૂલ કરી અને નકલી આધારકાર્ડ પર હિન્દુ બનવાના તેના ગુનાઈત કૃત્યનો પર્દાફાશ થયો હતો. રેલ્વે પોલીસે હિન્દુ નામ ધારણ કરી ફલાઈટ અને ટ્રેનમાં મુસાફરી કરવાના શહેબાજના ઈરાદા જાણવા તપાસ કરી છે. આર્મીમાંથી ફરજિયાત નિવૃત્ત કરાયેલા આરોપીએ જાતે જ નકલી આધારકાર્ડ બનાવ્યાની કબૂલાત કરી પણ પોલીસને વાત ગળે ઉતરતી નથી.

રેલ્વે પોલીસ દ્વારા આરોપીની સઘન પૂછપરછ ચાલી રહી છે. મુંબઈ સેન્ટ્રેલ રેલ્વે સ્ટેશનથી ગત તા.31મી ઓગસ્ટના રોજ સવારે 11.25 વાગ્યે અમદાવાદ આવેલી વંદેભારત ટ્રેનમાં મુસાફરી કરતા બોપલના રહેવાસી સમ્યક શાહની ટ્રોલીબેગની ચોરી થઈ જેમાં લેપટોપ સહિત 75 હજારની મત્તાનો સામાન હતો. રેલ્વે પોલીસે ગુનો દાખલ કરી સીસીટીવી ફૂટેજ આધારે તપાસ શરૂ કરી હતી. જે મુજબ ફૂટેજમાં જોવા મળતા શખ્સ હર્ષિત મનોજસિંહ ચૌધરી (ઉં,30) રહે, રાજસ્થાનને ગત તા.5મી સ્પ્ટેમ્બરના રોજ સાંજે પશ્ચિમ રેલ્વે એલસીબીના કોન્સ્ટેબલે ઝડપી લીધો હતો. હર્ષિતને એલસીબીની ટીમે અમદાવાદ રેલ્વે પોલીસને વધુ તપાસ અર્થે સોંપ્યો હતો. પોલીસ તપાસમાં હર્ષિત ચૌધરીનું અસલી નામ મો. શહેબાજ મુસ્તાકઅલી ખાન (ઉં.30) રહે,મૌલાના આઝાદનગર, યુ.પી.નો હોવાનું ખુલ્યું હતું. પોલીસે આરોપી પાસેથી મળી આવેલા હર્ષિત ચૌધરી નામના નકલી આધારકાર્ડ અંગે તપાસ કરતા તેણે જાતે બનાવ્યાની કબૂલાત કરી હતી. આમ, શહેબાજમાંથી હર્ષિત બનેલા લધુમતી યુવકના ઈરાદા જાણવા પોલીસે તપાસ કરતા તેણે ડોમેસ્ટિક ફલાઈટમાં નકલી આધારકાર્ડ પર ત્રણ વાર અને રેલ્વેમાં ત્રણ વાર મુસાફરી કર્યાનો ઘટસ્ફોટ કર્યો હતો. આમ, શહેબાજમાંથી હર્ષિત બનેલા લઘુમતી યુવકના કારનામા અંગે સિક્યોરિટી એજન્સીઓ ઉંઘતી ઝડપાઈ હતી. પોલીસ તપાસમાં મો.શહેબાજ આર્મીમાં ફરજ બજાવતો અને ફરજીયાત નિવૃત્ત કરવામાં આવ્યો હતો.

મેડિકલ ગ્રાઉન્ડ પર નિવૃત્ત કર્યાની દલીલ

મો.શહેબાજે પોતે આર્મી જવાન હોવાની ઓળખ આપતા પોલીસે તપાસ કરી હતી. જેમાં જાણવા મળ્યું કે, તે હાલ આર્મીમાં ફરજ બજાવતો નથી. શહેબાજને ફરજિયાત મેડીકલ ગ્રાઉન્ડ પર નિવૃત્ત કરી દેવાયાની વિગત પોલીસને મળી છે. આમ, આર્મીમાં ના હોવા છતાં પોલીસ પર પ્રભાવ નાંખવા આરોપીએ ખોટી ઓળખ આપી હતી.

પિતા આર્મીમાંથી નિવૃત્ત, ભાઈ એરફોર્સમાં છે

શહેબાજમાંથી હર્ષિત બનેલા લધુમતી યુવકનું ફેમીલી બેક ગ્રાઉન્ડ પોલીસે ચેક કરતા તેના પિતા આર્મીમાંથી નિવૃત્ત થયા હતા. જ્યારે બે ભાઈમાં એક ભાઈ એરફોર્સમાં ફરજ બજાવતો હોવાનું અને બીજો ભાઈ અભ્યાસ કરતો હોવાની વિગતો મળી છે. પરિણીત શહેબાજને પત્ની અને બે સંતાન છે. તે ચોરી કરવાની કુટેવ ધરાવતો હોવાની વિગતો પોલીસને મળી છે.

ચોર-લૂંટારા નામ બદલે પણ નકલી આધારકાર્ડ બનાવી મુસાફરી ના કરે

પોલીસને હિન્દુ નામ ધારણ કરનાર શહેબાજના ફલાઈટ અને ટ્રેનમાં મુસાફરી કરવાના ઈરાદા પાછળ કોઈ મોટું ષડયંત્ર હોવાની શંકા છે. આ મામલે પોલીસ દ્વારા સઘન તપાસ હાથ ધરાઈ છે. ચોર-લૂંટારા નામ બદલે પણ નકલી આધારકાર્ડ બનાવી ફલાઈટ અને ટ્રેનોમાં મુસાફરી ના કરે ચોરી કરવાની આડમાં આરોપીની અન્ય કોઈ ગુનાઈત પ્રવૃત્તિ આચરવાની યોજનાની ગંધ પોલીસને આવી રહી છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button