GUJARAT

Shinor: શિનોર તાલુકા પંચાયત પ્રમુખ સામેની અવિશ્વાસની દરખાસ્ત પરત ખેંચાઇ

શિનોર તાલુકા પંચાયત પ્રમુખ સામે ભાજપના પાંચ અને કોંગ્રેસના ત્રણ મળી કુલ 8 સભ્ય દ્વાર અવિશ્વાસની દરખાસ્ત તા.19ના રોજ મુકી હતી. આજે તા. 21ના રોજ પરત ખેંચી લેતા ઘીના ઠામમા ઘી ભળી ગયું છે.

શિનોર તાલુકા પંચાયતમા ભાજપનું બોર્ડ વહીવટ કરે છે. પણ ભાજપના ચૂંટાયેલ 4 સભ્ય પ્રિયલ પટેલ, રાજેશ પટેલ, મીનાબેન પટેલ, જાગૃતિબેન પટેલ અને અપક્ષમાં ચૂંટાઈને ભાજપમા સામેલ એક સભ્ય ધર્મેશ પટેલ અને કોંગ્રેસના ચૂંટાયેલ 3 સભ્ય શુષ્માબેન પરમાર, લલિતચંદ્ર વસાવા અને અનસૂયાબેન વસાવા દ્વાર તા.19ના રોજ તાલુકા પંચાયત પ્રમુખ અર્ચનાબેન પટેલ વિકાસના કામોમાં વિશ્વાસમાં લેતા ના હોય અને મનસ્વી રીતે વહીવટ કરતા હોવાનું કારણ દર્શાવી અવિશ્વાસની દરખાસ્ત તાલુકા વિકાસ અધિકારી શિનોરને આપી હતી. ભાજપના જ તાલુકા પંચાયત પ્રમુખ સામે ભાજપના પાંચ સભ્યે કોંગ્રસ સાથે હાથ મિલાવી અવિશ્વાસની દરખાસ્ત મુકતા જિલ્લા અને પ્રદેશ ભાજપ હરકતમાં આવ્યું હતું. આજે તા. 21ના રોજ અવિશ્વાસની દરખાસ્ત લાવનાર તમામ સભ્યો ભેગા થઇ ટીડીઓને અવિશ્વાસની દરખાસ્ત પાછી ખેંચવાની અરજી આપી પાછી ખેંચતા તમામ ચર્ચાનો અંત આવ્યો છે. અવિશ્વાસની દરખાસ્ત પાછી ખેંચનાર સભ્યોએ જણાવેલ કે, મધ્ય ગુજરાતના પ્રભારી રાજેશ પાઠક દ્વાર અમોને સમસ્યાનું નિરાંકારણ કરવાની હૈયાંધારણા આપતાં અમે સૌએ ભેગા મળી અવિશ્વાસની દરખાસ્ત પાછી ખેંચી હોવાનું જણાવ્યું હતું.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button